<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

વહેલી સવારે ઠંડીનો ચમકારો-ઝાકળવર્ષાઃ બપોરે ધોમધખતો તાપ : જુઓ વિડીયો

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અચાનક શિયાળા જેવુ વાતાવરણ છવાતા આヘર્ય

ખીરસરા : રાજકોટ-કાલાવડ હાઇવે ઉપર ખીરસરા (રણમલજી) નજીક આજે હોલીકા દહનના સુપ્રભાતે ઝાકળની ચાદર છવાઇ છે.  અને શિયાળાની ઋતુની વિદાયના એંધાણ જોવા મળ્‍યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા) (પ-૧પ)

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલ્‍ટો આવતા આヘર્ય છવાયુ હતું.

છેલ્લા થોડા દિવસોથી ઠંડી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ આજે સવારે ઠંડીના ચમકારા સાથે સર્વત્ર ઝાકળવર્ષા થતા શિયાળા જેવુ વાતાવરણ છવાઇ ગયું હતું. રસ્‍તા ઉપર વાહન વ્‍યવહારને અસર પડી હતી અને વાહનોમાં લાઇટો ચાલુ રાખવી પડી હતી. અને રસ્‍તા પણ ભીના થઇ ગયા હતાં.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયુ હતું. અને જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ ગરમીની અસર વધવા લાગી હતી.

બપોરના સમયે ધોમધખતા તાપ સાથે ઉનાળા જેવુ હવામાન છવાઇ જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.૪, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી. (પ-૧૬)

(10:53 AM IST)