News of Monday, 2nd March 2026
ચોટીલા સત્ય જીવન સાર્વજનિક હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર ઉપર કાર્યવાહીના આદેશ
સોનોગ્રાફી મશીન સીલઃ નોંધણી પરવાનો કાયમી રદ કરવાની કાર્યવાહીઃ કોર્ટમાં કેસ દાખલ કરવા મામલતદારને સૂચના

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રઃ ચોટીલામાં સત્યજીવન હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા દ્વારા ચેકિંગ કામગીરી દરમિયાન સોનોગ્રાફી મશીનમાં સોનોગ્રાફી કર્યા બાદ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં ન આવતું હતું અને એન્ટ્રી પણ પાડવામાં ન આવતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે તે દરમિયાન મશીન સીલ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના ને લઇ અને ત્યારબાદ દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો અને ડોક્ટરો તેમજ હોસ્પિટલના સંચાલકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. હોસ્પિટલના સંચાલકોને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવેલી હતી ત્યારબાદ તેઓને સાંભળી અને આ કેસ ૨૭ ફેબ્રુઆરીના રોજ તપાસ કરી આગળ વધારવામાં આવ્યો હતો.
ત્યારે હોસ્પિટલના સંચાલકો તેમજ ગાયનેકોલોજિસ્ટ ડોકટરે સરકારની જોગવાઈ તેમજ હાઇકોર્ટના ગાઈડલાઈનનું પાલન ન કર્યો હોય તે સામે આવ્યું હતું ત્યારે આ અંગે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત સત્યજીવન હોસ્પિટલના સંચાલક રાજેશ ગોજીયા તથા જાડેજા વૈશાલીબેન તેમાં સોનોગ્રાફી કરવા આવતા ડો.ભવદીપ ગંભીરદાન ગઢવી અને ડો.ગૌતમ ગવાણિયા સામે કેસ દાખલ કરી અને ચોટીલા કોર્ટમાં આ કેસ મૂકવા ડેપ્યુટી કલેકટરે મામલતદારને સૂચના આપી છે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
