<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

લીંબડીના અંકેવાળીયા ગામના સરપંચ ઉપર હૂમલો

વઢવાણ, તા.૨: લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના સરપંચ જીતેન્‍દ્રભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો છે.

બોથડ પદાર્થ જેવા શાષાોથી હુમલો કરવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે. હાલત ગંભીર હોવાના કારણે સુરેન્‍દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્‍યા હતા.

પોલીસ વિભાગ દ્વારા એમએલસી દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્‍યારે અંગત અદાવતમાં રાઠોડ ઉપર હુમલો કરાયા હોવાનું સામે આવતા હાલના તબક્કામાં અજાણ્‍યા ઇસમો દર્શાવવામાં આવ્‍યા છે પોલીસ તપાસ બાદ હુમલા નું સાચું કારણ સામે આવશે.

વઢવાણ ડાગસીયા પરા વિસ્‍તારમાં દારૂ ઝડપી લીધો

વઢવાણમાં આવેલા ડાંગસિયા પરા વિસ્‍તારમાં સચિન ઉર્ફે સચું ગોપાલભાઈ મુંધવા ના ઘરમાં વિદેશી દારૂનો જથ્‍થો સંતાડેલો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી.

ત્‍યારે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન ઘરમાંથી ૯૨ જેટલી દારૂની બોટલો મળી આવી હતી. ૧૬,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી છે.

બુટલેગર સચિન મુંધવા નાસી જવા પામ્‍યો છે તેની પણ શોધખોળ ગુનો દાખલ કરી અને બી ડિવિઝન પોલીસે શરૂ કરી છે.

(3:53 PM IST)