<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ધોરાજી પાસે સિમેન્‍ટના પતરા ભરેલી ગાડી પલટી મારી ગઇ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨: જુનાગઢ રોડ અંબિકા સોલવન્‍ટ નજીક  સિમેન્‍ટ નાં પતરાં ભરેલ વાહન ગાડી નો ડ્રાઈવર કોઈ કારણસર સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલ્‍ટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો

૧૦૮ નાં તબીબી અને પાઇલોટ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અને  ત્રણ ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિ ઓને સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્‍પિટલ માં ખસેડવામાં આવ્‍યા.

આ અકસ્‍માત નેં લઈને ં ટ્રાફિક જામ નાં દ્રશ્‍ય જોવા મળેલ  હતા ટ્રાફિક સમસ્‍યા ને કારણે વાહન ચાલકો ની લાંબી કતારો લાગી હતી.

આ અકસ્‍માત નેં લઈને ધોરાજી વેરાવળ સોમનાથ જુનાગઢ તરફ થી ધોરાજી અને જામકંડોરણા તથા જામનગર તરફ આવતાં જતાં વાહનો થંભી ગયા હતા

 વાહન ચાલકો અને સ્‍થાનિકો દ્વારા અકસ્‍માત ગાડી નેં સાઇડ મા રાખી નેં ટ્રાફિક હળવો કરવા માટે કામે લાગી ગયા હતા અને ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા માટે  સ્‍વયંભુ લોકોએ જ મહેનત કરતા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

(12:03 PM IST)