<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

જામનગરમાં ઘર પાસે રહેલ ભંગાર લઈ લેવાનું કહેતા મહિલાને માર માર્યો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નાસીમાબેન હનીફભાઈ અલ્લારખાભાઈ, ઉ.વ.૬૦, રે. ઘાંચીવાડ, આંબલી શેરી, ડંકીની પાસે એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭-ર-ર૦ર૬ ના ફરીયાદી નાસીમાબેનની શેરીમાં રહેતા આરોપી ફહીમ મકવાણા જે ભંગારનો વેપાર ધંધો કરતા હોય આરોપી ફહીમ મકવાણા એ પોતાનો ભંગારનો સામાન ફરીયાદી નાસીમાબેનના ઘર પાસે શેરીમાં રાખતા હોય અને રમજાન મહિનો ચાલુ હોય જેથી ફરીયાદી નાસીમાબેને આરોપી ફહીમ મકવાણાને કહેલ કે તમારો ભંગારનો સામાન અહીથી લઈલે એમ ફરીયાદી નાસીમાબેને વાત કરતા આરોપી ફહીમ મકવાણા ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી નસીમાબેન સાથે જેમફાવે તેમ ગાળુ બોલી ઝઘડો કરી ફરીયાદી નાસીમાબેનને પાઈપ વડે નાક પર એક ઘા મારેલ ત્‍યારે આરોપી હુશેનભાઈ મકવાણા આવી જઈ ફરીયાદી નાસીમાબેન સાથે જેમફાવે તેમ ગાળુ બોલી ઝઘડો કરી ફરીયાદી નાસીમાબેનને ઢીકાપાટુનો માર મારી ફરીયાદી નાસીમાબેનને કહેલ કે ફરીવાર અમારી સાથે વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવ છે કે, રામવાડી શેરી નં.૩ ની સામે, સત્‍યમ પાન નામની દુકાનની બાજુમાં, જામજોધપુર ગામે આરોપીઓ રસીકભાઈ ઉર્ફે કારૂભાઈ ગીરધરભાઈ કડીવાર, કેતનભાઈ ઉર્ફે મીઠો કાંતીલાલ ઘોડાસરા, કિશોરભાઈ ઉર્ફે સુદામા ગોવિંદભાઈ કારેણા એ હારજીત કરી રોકડા રૂ.રપ,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છ બોટલ સાથે બે શખ્‍સો ઝડપાયા : એક ફરાર

અહીં પંચ બી  પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર-રાજકોટ બાયપાસ હાઈવે રોડ, કેશવારસ હોટલ પાસ આરોપીઓ કિશનભાઈ કનૈયાલાલ પંજવણી એ દારૂની બોટલ નંગ-૬, કિંમત રૂ.૧૧,ર૦૦/- નો મુદામાલ મોટર સાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-ડીએન-૭૩૩૬ ની ડેકીમાં રાખી તથા આરોપી કરણભાઈ નારાયણભાઈ ચેલારામાણી સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી કરણભાઈ ગોરધનભાઈ રાજાણી ફરાર થઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવ છે કે, પઠાણફળી, તંબોલી માર્કેટ પાછળ, ગુલામભાઈના ઘરની બાજુવાળી શેરીમાં આરોપીઓ દિપકભાઈ ઉર્ફે કટુ પરષોતમભાઈ ચાવલીયા, ઈબ્રાહીમભાઈ ઉર્ફે સાઈબ મુસાભાઈ બસર, યુસુફ ગુલમમામદ સુમરા, ઈમરા ઉર્ફે ભા મજીદભાઈ દરજાદા, આફ્રીદી કાદરભાઈ માડકીયા, મોસીન સતારભાઈ સાટી હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧ર,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:25 PM IST)