News of Monday, 2nd March 2026
જામનગરમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
કોઈપણ વ્યક્તિએ અન્ય કોઈની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં.કોઈની લાગણી દુભાય તેવા શબ્દો બોલવા નહીં,

જામનગર:હુતાસણી અને ધૂળેટીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ તહેવારો દરમિયાન જાહેર જનતાની સુરક્ષા, સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી સમગ્ર નિયત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ અન્ય કોઈની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં. આ ઉપરાંત, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો બોલવા નહીં, સૂત્રો પોકારવા નહીં કે તેવી પત્રિકા, પ્લેકાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ અને વસ્તુઓ તૈયાર કરવી નહીં કે તેનો ફેલાવો કરવો નહીં.
તંત્ર દ્વારા વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જામનગર વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
