<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

જામનગરમાં 70 વર્ષથી ઉજવાતા વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવમાં લોકો ઉમટીપડ્યા :સંસદસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

25 થી 30 ફૂટ ઊચા વિશાળ હોલિકાના પૂતળાને બનાવવા માટે એકાદ મહિના પૂર્વે ભોઇ જ્ઞાતિના યુવાનો કામે લાગી હોલિકનું કલાત્મક પૂતળું તૈયાર કર્યું

 જામનગરમાં અસત્ય પર સત્યના વિજયના ઠેર-ઠેર વધામણાં થઈ રહ્યા છે. અને છેલ્લા 70 વર્ષથી જામનગરમાં ઉજવાતા વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવમાં લોકો ઉમટી પડ્યા હતા. હોળીના પર્વને લઈને જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં 25 થી 30 ફૂટ ઊચા વિશાળ હોલિકાના પૂતળાને બનાવવા માટે એકાદ મહિના પૂર્વે ભોઇ જ્ઞાતિના યુવાનો કામે લાગી હોલિકનું કલાત્મક પૂતળું તૈયાર કર્યું હતું. જે મહાકાય હોળીનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:44 PM IST)