<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મોરબીમાં બેંકો, મોલ, હોટલ અને હાઈવે પરના પેટ્રોલ પંપ પર CCTV લગાવવા આદેશ: કલેક્ટરનું જાહેરનામું.

બેંકો, ATM, મોલ અને થિયેટરોના પ્રવેશદ્વાર, એક્ઝિટ, રિસેપ્શન, પાર્કિંગ અને લોબીમાં કેમેરા લગાવવા અનિવાર્ય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ મોરબી જિલ્લાની તમામ બેંકો, ATM, જવેલરી શો-રૂમ, શોપિંગ મોલ અને હાઈવે પરની હોટલો તથા પેટ્રોલ પંપ પર ફરજિયાત હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવાના રહેશે.

- કેમેરાનું લોકેશન: બેંકો, ATM, મોલ અને થિયેટરોના પ્રવેશદ્વાર, એક્ઝિટ, રિસેપ્શન, પાર્કિંગ અને લોબીમાં કેમેરા લગાવવા અનિવાર્ય છે.
- હાઈવે માટે સૂચના: હાઈવે પરના પેટ્રોલ પંપ અને હોટલોમાં વાહનોના નંબર પ્લેટ અને ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવા નાઈટ વિઝન કેમેરા રાખવાના રહેશે.
- રેકોર્ડિંગ અવધિ: CCTV ફૂટેજનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
- સુરક્ષા ગાર્ડ: મહત્વના સ્થળોના પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવી પડશે.
- નવા એકમો: જિલ્લામાં શરૂ થતા નવા એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ કામગીરી શરૂ કરી શકશે.
આ જાહેરનામું 30/04/2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર ઘટના સમયે ફૂટેજ માત્ર પોલીસને જ આપવાના રહેશે, અન્ય કોઈને નહીં.

(12:45 AM IST)