<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ઓર્ગેનિક ખેતી,  વાયુ પ્રદૂષણ,જળ પ્રદૂષણ,આરોગ્ય સંબંધિત કૃતિઓ,આધુનિક ટેકનોલોજી વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા.

   આ કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષય ના શિક્ષકો  તેમજ પ્રિન્સિપાલ શ્રી રાવલ સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત પી.ડી.કાંજીયા સર, બળદેવ સર તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.  વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.

(12:46 AM IST)