News of Tuesday, 3rd March 2026
ગોંડલ પાસે કારખાનામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરાયો : રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ શંકાસ્પદ ઘીનો જથ્થો સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.
ગોંડલ, તા. ૩: સદર જગ્યાએથી મળી આવેલ શંકાસ્પદ ઘીનો જથ્થો ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનિયર ફુડ સેફ્ટી અધિકારી શ્રી એસ.પી.સોલંકી સાહેબ દ્વારા સીલ કરી તપાસણી અર્થે જરૂરી સેમ્પલ્સ લેવામા આવેલ છે. સદર જગ્યાએથી કબ્જે કરેલ નમુનાઓ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ હોઇ જ પૃથ્થકરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોંડલ નજીક ગોમટા ચોકડી પાસે આવેલાં ૅકોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડૅ નામની દૂધ તથા દુધની બનાવટ બનાવતા કારખાના પર એસઓજી પોલીસે દરોડો પાડી રુ.૧,૫૯,૯૬૨ ની કિંમત નું ૨૫૮ લીટર શંકાસ્પદ ઘી કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ જીલ્લા વિસ્તારમાં ખાધ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરૂધ્ધ સખત કાર્યવાહી અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એફ.એ.પારગી દ્વારા અલગ-અલગ ટીમ બનાવી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં ખાધ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઈ ગુજરાતી તથા હે.કો. ક્રિપાલસિંહ જાડેજા ની બાતમી નાં આધારે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનિયર ફુડ સેફ્ટી અધિકારી એસ.પી.સોલંકી ને સાથે રાખી નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે આવેલ ૅકોરોવા મિલ્ક પ્રોડક્ટ લિમીટેડ કંપની નામનાં કારખાના પર રેઇડ કરતા સંચાલક મુકેશભાઇ જમનભાઇ બાલધા હાજર મળી આવેલ જેઓના એકમમાંથી ૧૫૦ લીટર શંકાસ્પદ છુટ્ટુ (લુઝ) ઙ્કધીઙ્ઘ જેની કિં.રૂ.૯૩,૦૦૦/- તથા ૧૦૮ લીટર પ્રસંગ દેશી ગાયનું ઘી કિ.રૂ.૬૬,૯૬૨/- એમ કુલ મુદ્દામાલ ૧,૫૯,૯૬૨/- નો જથ્થો મળી આવેલ હોય
ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનિયર ફુડ સેફ્ટી અધિકારી એસ.પી.સોલંકી દ્વારા સીલ કરી તપાસણી અર્થે જરૂરી સેમ્પલ લેવામા આવેલ છે. સદર જગ્યાએથી કબ્જે કરેલ નમુનાઓ પળથ્થકરણ અર્થે મોકલી આપેલ હતો.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
