News of Tuesday, 3rd March 2026
પોરબંદરમાં ૯ વર્ષની મિષ્ટીની જન્મદિનની પ્રેરક ઉજવણી

પોરબંદર, નવ વર્ષની બાળકી મિષ્ટીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને માનવતાનો સંદેશ આપ્યો છે. વરવાડીયા પરિવારે મિષ્ટીના જન્મદિવસે શ્રમિક પરિવારના બાળકો સાથે ખુશીઓ વહેંચવાનો સંકલ્પ લીધો હતો. સ્વર્ગસ્થ દાદા ભીખુભાઈ વરવાડીયાના આશીર્વાદોની યાદ સાથે દાદીમા ગંગાબેન, પિતા કાનજીભાઈ, માતા મીનાક્ષીબેન, અદા ગીરીશભાઈ અને ભાભી મનીષાબેન, અદા નરેશભાઈ અને ભાભી ભાવનાબેન સહિત પરિવારના અન્ય સભ્યો-લાલો, પાર્થ, મહેક, હેત, વેદ અને કળષિવ વગેરે-એ મિષ્ટીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ઝૂંપડપટ્ટીમાં જઈ આ સેવા કાર્યમાં સહભાગી બન્યા. જન્મદિને ઝુપડપટ્ટીના બાળકોને ભોજન કરાવીને ભેટ અપાઈ તે તસ્વીરો. (તસ્વીરઃ પરેશ પારેખ, પોરબંદર)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
