<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મોરબીના નવા સાદુળકા ગામે ચાલતા ચાલતા પડી ગયા બાદ યુવાનનું મોત

મે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

    બનાવની વિગતો મુજબ નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો મોહનભાઇ રામકુમાર યાદવ ઉ.વ.૩૦ નામનો યુવાન કંપની ખાતે ચાલતા ચાલતા પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

(10:58 PM IST)