<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

કચ્છના રાપર ભચાઉ પંથકના રામવાવ ચોબારી પટ્ટામાં જીરાના પાક માં રોગચાળાના લીધે મોટા પાયે નુકસાની

ખેડૂતોમાં ભારે ચિંતા, ૨૫ હજાર એકરથી વધુ જમીનમાં વાવેતરને નુકસાની થવાની ભીતિને પગલે સર્વેની માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકા મા હજારો હેક્ટર મા રવિ પાક નું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે જીરું, રાયડો, ઘઉં, ઇસબગુલ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે વાગડ વિસ્તારમાં મબલખ પ્રમાણમા જીરું નું વાવેતર થયું છે. જોકે, હાલમાં જીરું ના પાકમાં રોગચાળા એ ભરડો લીધો છે. ગરમી, ઠંડી અને ઝાકળભર્યા વાતાવરણ વચ્ચે જીરું ના પાકમાં કારીયો અને ઉત્રક નો રોગચાળો જોવા મળે છે. તેમજ રાયડા ના પાકમાં પણ મોટા પ્રમાણમાં રોગચાળો જોવા મળે છે. રાપર ભચાઉ તાલુકા ના 

રામવાવ, ખેંગારપર, કુડા, ભરૂડીયા, ગવરીપર, સુવઈ, રવ, ચોબારી, કણખોઇ, મનફરા વગેરે વિસ્તારમાં રવિપાક મા રોગચાળો થતાં ભારે નુકશાની છે. આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ ખેંગાર ભાઈ તેજા ભાઈ ઢીલા અને અન્ય ખેડૂત આગેવાનો ડાયા નારણ સોનારા, જેસા બીજલ આહિર, 

હમીર પેથા સોનારા, ગોવિંદ કાયા વરચંદ, પ્રભુ નામેરી મનવર, ધારા લાલા ચાવડા, પ્રભુ સવા ચાવડા વિગેરે એ જણાવ્યું હતું કે જેમ ખેતીવાડી વિભાગ દ્વારા રવિ પાક ના આંકડા આપવા મા આવે છે એમ ખેડુતો ને રવિપાક મા જે રીતે રોગચાળા ના લીધે નુકસાન થાય છે એ સર્વે કરાવીને ખેડૂતોને થતી નુકસાનીના આંકડા આપવા જોઈએ. આ ખેડૂતોએ સરકાર સમક્ષ પાક નુકસાનીનો સર્વે કરાવવા ની માંગણી કરી છે. રાપર ભચાઉ તાલુકામાં દશ થી બાર હજાર હેકટર (૨૫ હજાર એકર) ખેતીની જમીનમાં મોટી નુકસાનીના અંદાજ સાથે ચિંતા અને ઉચાટ ખેડુતોએ વ્યક્ત કર્યો છે.

(9:16 AM IST)