<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સાહિત્‍ય-સંસ્કૃતીનું ચિંતન સમાજમાં નૈતિક મૂલ્‍યોના સિંચન માટે અનિવાર્યઃ પૂ.રમેશભાઈ ઓઝા

પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતનમા પૂ.ભાઈશ્રીની નિશ્રામાં ‘સંસ્‍કળતિ ચિંતન સાહિત્‍યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી'નો વિરામઃ સારસ્‍વત એવોર્ડ અર્પણ એ માત્ર એક વ્‍યક્‍તિનું નહીં પણ સાહિત્‍યિક સાધનાનું સન્‍માન : પૂ.રમેશભાઈ ઓઝાના સાનિધ્‍યમાં સાહિત્‍ય, કલા અને સંસ્‍કળતિના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં ગુજરાત-દેશના નામાંકિત વિદ્વાનો, સાહિત્‍યકારો અને ચિંતકોએ ગુજરાતી સાહિત્‍યના વિવિધ વિષયોને સાંપ્રત સમય સાથે જોડીને વૈચારિક ભાથું પીરસ્‍યું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫: પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ‘સંસ્‍કળતિ ચિંતન સાહિત્‍યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. બે દિવસીય આ કાર્યક્રમ કુલ સાત વિવિધ સત્રોમાં સંપન્ન થયો હતો, જેમાં ગુજરાતના દેશના નામાંકિત વિદ્વાનો, સાહિત્‍યકારો અને ચિંતકોએ ગુજરાતી સાહિત્‍યના વિવિધ વિષયોને સાંત સમય સાથે જોડીને  વૈચારિક ભાથું પીરસ્‍યું હતું.

વાર્ષિક સાહિત્‍યની જ્ઞાન ગોષ્ઠીનું ઉદ્ધાટન પૂજ્‍ય ભાઈશ્રી તથા મહાનુભાવો દ્વારા દીપાગટય તથા ઋષિકુમારો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે થયું હતું.  જ્ઞાન ગોષ્ઠીના પ્રથમ સત્રમાં પૂર્વ IAS અને સાહિત્‍યકાર ડો. ભાગ્‍યેશ જહાએ સ્‍તાવના દ્વારા કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. મુખ્‍ય વક્‍તા તરીકે ‘ઓર્ગેનાઈઝર'ના તંત્રી અને સિદ્ધ ચિંતક  ફુલ્લ કેતકરએ સંસ્‍કળતિના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક એ વર્ચ્‍યુઅલી જોડાઈને પ્રેરક સંબોધન કર્યું હતું.

પહેલા દિવસના બીજા સત્રમાં ‘ગુજરાતી સાહિત્‍યની પહેલી પચ્‍ચીસીનો સાંસ્‍કળતિક સંદર્ભ' વિષય હેઠળ  મણીલાલ હ. પટેલ (કવિતા), રમેશ મહેતા (નિબંધ) અને હસિત મહેતાએ (ગદ્ય, નાટક અને વિવેચન) પર પોતાના મંતવ્‍યો રજૂ કર્યા હતા.

ત્રીજા સત્રમાં ‘નૂતન પંથવાસી Gen-Z સાહિત્‍ય' જેવા આધુનિક વિષય પર  રામ મોરીએ ફિલ્‍મ, ય્‍થ્‍ દેવકીએ અભિનય અને અજય સોનીએ વાર્તા લેખન પર યુવા પેઢીના દ્રષ્ટિકોણથી વાત કરી હતી. દિવસના અંતે ચોથા સત્રમાં આયોજિત કાવ્‍યગોષ્ઠીમાં કવિઓએ સ્‍વરચિત કાવ્‍યો-ગઝલોથી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા, જ્‍યારે સંસ્‍કળતિના ચિંતનના પાંચમાં સત્રમાં રાત્રિના સમયે મુંબઈના કલાકારો દ્વારા ગુજરાતી વાર્તાઓની સુંદર સ્‍તુતિ કરવામાં આવી હતી.

બીજા દિવસે છઠ્ઠા સત્રમાં ‘વળક્ષમાં બીજ તું... સ્‍વશોધ અને સાહિત્‍ય' વિષય પર પેનલ ડિસ્‍કશન યોજાયું હતું. જેમાં  ભદ્રાયુ વચ્‍છરાજાની આધ્‍યાત્‍મિક પરિેક્ષ્ય. ડો. પ્રતાપસિંહ ચૌહાણ  મેનેજમેન્‍ટ અને સંચાલન.ડો. જયેન્‍દ્રસિંહ જાદવ શિક્ષણ જગતની ભૂમિકા. કનુ પટેલ કલા અને અભિવ્‍યક્‍તિ. ઓજસ હિરાણી સ્‍થાપત્‍ય કલાનો સાંસ્‍કળતિક ભાવ પર પોતાના વિચારો રજુ કર્યા હતા.

પ્રત્‍યેક સત્રના વિરામ સમયે ઉપસ્‍થિત સર્વે સારસ્‍વત વક્‍તાશ્રીઓનું પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા રામનામી સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

સમાપન અને એવોર્ડ અર્પણ વિધિ

સાતમા અને અંતિમ સત્રમાં ડો. ભાગ્‍યેશ જહાએ સમગ્ર ગોષ્ઠીનો સારાંશ રજૂ કર્યો હતો. આ અવસરે ગુજરાતી અને હિન્‍દી સાહિત્‍યના સુસિદ્ધ લેખિકા, અનુવાદક અને સંપાદિકા સુશ્રી હિમાબેન યાજ્ઞિકનું પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોના હસ્‍તે ‘સાંદીપનિ સારસ્‍વત એવોર્ડ' આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેઓ ગુજરાતી અને હિન્‍દી બંને ભાષાઓ પર સમાન ભુત્‍વ ધરાવે છે. તેમના મૌલિક સર્જનોમાં ભારતીય સંસ્‍કળતિ અને જીવનમૂલ્‍યોનો ઊંડો ભાવ જોવા મળે છે. તેઓ ગુજરાતી અને હિન્‍દી બંને ભાષાઓ પર સમાન ભુત્‍વ ધરાવે છે. તેમના મૌલિક સર્જનોમાં ભારતીય સંસ્‍કળતિ અને જીવનમૂલ્‍યોનો ઊંડો ભાવ જોવા મળે છે. એક સમર્થ અનુવાદક તરીકે તેમણે હિન્‍દી સાહિત્‍યની ઉત્‍કળષ્ટ કળતિઓને ગુજરાતીમાં અને ગુજરાતી સાહિત્‍યને હિન્‍દીમાં ઉતારીને બે ભાષાઓ વચ્‍ચે સેતુ બાંધવાનું મોટું કાર્ય કર્યું છે.

કાર્યક્રમના અંતે પૂજ્‍ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવતા જણાવ્‍યું હતું કે, સારસ્‍વત એવોર્ડ અર્પણ એ  માત્ર એક વ્‍યક્‍તિનું નહીં પણ સાહિત્‍યિક સાધનાનું સન્‍માન છે. સાહિત્‍ય અને સંસ્‍કળતિનું આ ચિંતન સમાજમાં નૈતિક મૂલ્‍યોના સિંચન માટે અનિવાર્ય છે.

આ જ્ઞાનગોષ્ઠીમાં મોટી સંખ્‍યામાં સાહિત્‍યેમીઓ, સાંદીપનિના અતિથીઓ, અધ્‍યાપકો અને ઋષિકુમારો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:31 AM IST)