News of Thursday, 5th March 2026
જસદણ તાલુકામાં રૂ.૫૫૦ લાખના વિકાસ કામોનું કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત
આઝાદી પછી આટકોટ-ચિતલીયા રોડનુ ૩૫૦ લાખના ખર્ચે ખાતમુહૂર્તઃ બળધોઈ અને રામળીયા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણઃ આટકોટ અને ભાડલા ખાતે પશુ દવાખાનાઓના નવા બિલ્ડીંગનાં ખાતમુર્હૂત

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૫: જસદણ તાલુકામાં છેલ્લા ૨ દિવસ દરમ્યાન રૂ, ૫૫૦ લાખના વિવિધ વિકાસ કલ્પોનાં ખાતમુર્હૂત અને લોકાર્પણ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં આટકોટ અને ભાડલા ખાતે પશુ દવાખાનું,રામળીયા અને બળધોઈ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ આટકોટ-ચિતલીયા વચ્ચેનો રોડ ડામર સપાટી સુધી કરવાના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ.
આટકોટ-ચીતલીયા વચ્ચે કાચો અને તેમાય કાર ચાલી ન શકે તેવો હોય આટકોટના યુવા આઞેવાન મનસુખભાઇ હિરપરાની અને બીજા આઞેવાનોની માંગણી હોય કુંવરજીભાઈના યાસોથી આઝાદી પછી ડામર રોડ મંજુર થતા આટકોટ અને ચીતલીયાના લોકોમાં ખુશી છવાઈ ગઈ છે આ રસ્તાના લીધે લોકોને મોટા વાહનમાં ફરીને આવવુ જવુ પડતુ હતુ તે મુશ્કેલી હવે દુર થશે.
આ તકે કુંવરજીભાઈએ કહ્યું હતું કે, આટકોટથી ચીતલિયા સુધી રૂ. ૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નવા રસ્તાથી ગ્રામીણ વિસ્તારના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે જ્યારે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત આટકોટમાં નવા પશુ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે જેના લીધે સ્થાનિક સ્તરે પશુપાલકો માટે પશુ આરોગ્યની સેવાઓ વધુ સુલભ બનશે.
આ તાલુકાના લોકોને આરોગ્યની સુવિધા મળે રહે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય સતત ચિંતિત રહ્યા છે અને લોકોને પુરતી સવલતો મળે તે માટે બળધોઈ અને રામળીયા ખાતે નવા પેટા આરોગ્ય કેન્દ્રનાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
જસદણ તાલુકામાં અવિરત વિકાસ કામોના લોકાર્પણ અને ખાત્મુહૂર્તો થતા આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાયેલ છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
