<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

કાલથી ગોંડલના મોવિયામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ- લોકાપર્ણ ત્રિદિવસીય કાર્યક્રમ

૧ કરોડના ખર્ચે શ્રી દ્વારકાધીશ રામજી મંદિર (ગામનો ચોરો)નું નિર્માણઃ કાલરીયા- બેરા-ડઢાણીયા પરિવારનું ઉદાર દાનઃ ગામ સમસ્ત દ્વારા ભવ્ય આયોજન

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા.૫: ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક કરોડના ખર્ચે સમસ્ત ગામ દ્વારા નુતન રામજી મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું છે.નવનિર્મિત શ્રી દ્વારકાધીશ રામજી મંદિર ''ગામનો ચોરો''નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોકાર્પણ પ્રસંગ તા.૬ ને શુક્રવારથી તા.૮ ને રવિવાર સુધી ત્રી દિવસિય કાર્યક્રમ યોજાશે.

જેમાં નગર યાત્રા, શોભાયાત્રા, મંડપ પૂજન જલયાત્રા, દેવતાપૂજન, નિજ મંદિરમાં પ્રતિષ્ઠા, શિખર પૂજન વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવશે અને સમસ્ત ગામ મહાપ્રસાદ સાથે લેશે સાથે સાથે રાસ મંડળી, લોકડાયરો જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આ રામજી મંદિર બનાવવામાં નવનીતભાઈ બેરા, રસિકભાઈ ચારણીયા, રમેશભાઈ જન, કિશોરભાઈ ઠુંમર,  ડિગ્નેશભાઈ કાલરીયા, જાદવભાઈ જન વગેરે એ સતત સેવા આપી હતી.

મોવિયા ખાતે મુખ્ય દાતા સ્વ. મોહનભાઈ મૂળજીભાઈ કાલરીયા તથા સ્વ.વિજયા બેન મોહનભાઈ કાલરીયા તથા નાથીબેન છગનભાઈ બેરાના સ્વજનો દ્વારા ૩૫ લાખ રૂપિયા તેમજ સ્વ. જીવતીબેન પ્રેમજીભાઈ ડઢાણિયાના સ્વજનો દ્વારા ૨૧ લાખ ત્રણેય ભાઈ બહેનોના ૫૬ લાખ રૂપિયા સ્વજનો દ્વારા નવા રામજી મંદિર માટે મળેલા હતા અને બાકીના સમસ્ત ગામના દાતાઓ દ્વારા કુલ ૧ કરોડ રૂપિયાના ખર્ચે નૂતન રામજી મંદિર બનાવવામાં આવ્યું છે.

ભારતીય પરંપરા-આર્વાચીન અસ્મિતામાં, આત્માના આનંદ માટે, મનની શાંતી માટે, શ્રધ્ધાની દ્રઢતા માટે મંદિર અનોખુ માધ્યમ છે. અખંડ બ્રહ્માંડ અધિષ્ઠાતા શ્રી દ્વારકાધીશ, શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ તથા શ્રી અંબાજી માતાજીની અસીમ કૃપાથી તેમજ મોવિયાના સમસ્ત ગ્રામ્ય દેવોના આશિર્વાદથી  મોવિયા ગામે નવનિર્મિત શ્રી દ્વારકાધીશ રામજી મંદિર (ગામનો ચોરો) માં શ્રી દ્વારકાધીશ, શ્રી રામદરબાર, શ્રી ગણપતી દાદા, શ્રી હનુમાનજી મહારાજ તેમજ શ્રી અંબાજી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૬ થીતા. ૮ ત્રણ દિવસ સુધી યોજાશે. જેમાં ત્રિદિવસીય પંચકુંડી વિષ્ણુયાગ નિરધારેલ છે, આ ''પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ'' મોવિયા નિવાસી વિદ્વાન શાસ્ત્રી  લલિતચંદ્ર જી. જાની તથા વિપ્રવૃંદ વેદ વિધિ થી મોવિયા ગામના વિદ્વાન શ્રી સંતો-મહંતોની હાજરીમાં સંપન્ન કરાવશે.

આ તકે ડો. શ્રી મનસુખભાઈ માંડવીયા - કેન્દ્રીય મંત્રી, જીતુભાઈ વાઘાણી - કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર, ગીતાબા જયરાજસિંહ જાડેજા - ધારાસભ્ય ગોંડલ, રમેશભાઈ ધડુક - ઉપપ્રમુખશ્રી, પ્રદેશ ભાજપ, જયેશભાઇ રાદડીયા – ધારાસભ્ય, જેતપુર, પરસોત્તમભાઈ રૂપાલા - સાંસદ, રાજકોટ, રમેશભાઈ ટીલાળા - ધારાસભ્યશ્રી, રાજકોટ, ભરતભાઈ બોઘરા – ભાજપ અગ્રણી, અલ્પેશભાઈ ઢોલરીયા - જીલ્લા ભાજપ અધ્યક્ષ, રાજકોટ, ગણેશભાઈ જાડેજા - યુવા આગેવાનભાજપ, ગોંડલ, કિશોરભાઈ કાલરીયા - ચેરમેન, ગોંડલ નાગરિક બેંક, અશોકભાઈ પીપળીયા- પૂર્વપ્રમુખ, નગરપાલિકા, ગોંડલ, પ્રફુલભાઈ ટોળીયા - જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ, રાજકોટ, કંચનબેન ખુંટ - સરપંચશ્રી, ગ્રામ પંચાયત, મોવિયા. તેમજ મોવિયા ગામના તમામ આગેવાનશ્રીઓ હાજરી આપશે.

યજ્ઞના યજમાનો નવનિતભાઈ છગનભાઈ બેરા, કિરીટભાઈ પ્રેમજીભાઈ ડઢાણીયા, અરવિંદભાઈ બટુકભાઇ નિમાવત, રસીકભાઈ લાલજીભાઈ ખોખર, રસીકભાઈ પ્રેમજીભાઇ ભાલાળા, ધર્મેશભાઈ મગનભાઈ કાલરીયા, વસંતભાઈ છગનભાઈ ભાલાળા, ભીખુભાઈ દામજીભાઇ ભાલાળા, મણીભાઈ માધાભાઈ જેતાણી, અમૃતભાઈ વિરજીભાઇ ખુંટ, રણજીતભાઈ જેન્તીભાઇ ભેસદડીયા, પારસભાઈ મનસુખભાઇ ભાલાળા, ભગવાનજીભાઇ ઠાકરશીભાઈ હીરપરા, ભાવેશભાઇ બાબુભાઇ કાલરીયા પરિવાર છે.

આ ધર્મોત્સવમાં  પ્રથમ દિવસ : તા. ૬-૩-૨૦૨૬, શુક્રવારે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત- સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે. નગર યાત્રા, શોભા યાત્રા (બેન્ડવાજા સાથે) - સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે. મંડપ પૂજન, જલ યાત્રા, ધાન્યાધિવાસ- બપોરે ૩-૦૦ થી ૫-૩૦ કલાકે.  દ્વિતિય દિવસ તા. ૭-૩-૨૦૨૬, શનિવારે નિત્ય પૂજન, દેવતા પૂજન, ગ્રહ શાંતી સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે. અધિવાસ અને દેવોનો હોમ- સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે. ફલાધિવાસ, જલાધિવાસ, વિષ્ણુ યાગ, આરતી- બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાકે. તૃતિય દિવસ- તા. ૮-૩-૨૦૨૬, રવિવારે નિત્યપૂજન, દેવીયાગ અને મૂર્તિઓના ન્યાસ- સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે. પ્રસાદ વાસ્તુ, પીઠીકા પૂજન, યજ્ઞ, નિજ મંદિરમાં પ્રતિષ્ઠા- સવારે ૧૦-૦૦ થી ૧૨-૩૦ કલાકે. શિખર પુજન, કળશ પૂજન ઉત્તર પૂજન, બલિદાન, પૂર્ણાહુતિ, આરતી-બપોરે ૩-૦૦ થી ૪-૩૦ કલાકે.  મહા પ્રસાદ (ગામ ધુમાડાબંધ) સાંજે ૫-૩૦ કલાકે યોજાશે.  મહા પ્રસાદ સ્થળ-મહીલાઓ માટે  શ્રી કડવા પટેલ સમાજ, ''ઉમિયા ભવન'' વાસાવડ રોડ, મોવિયા. મહા પ્રસાદ સ્થળ-પુરૂષ માટે શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ''સરદાર ભવન'' વાસાવડ રોડ, મોવિયા ખાતે યોજાશે.

સોૈને લાભ લેવા સમસ્ત મોવિયા ગામ પૂજારી અરવિંદદાસ અમૃતલાલ નિમાવત તથા સહપરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે

દાતાઓ વરસ્યા

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. પ :.. સ્વ. મોહનભાઇ મુળજીભાઇ કાલરીયા, સ્વ. વિજયાબેન મોહનભાઇ કાલરીયા, સ્વ. નાથીબેન છગનભાઇ બેરા, પરિવારના અ. સૌ. કંચનબેન ગોવિંદલાલ હદવાણી, અ. સૌ. વિજયાબેન મનસુખલાલ કમાણી, અશોકભાઇ છગનભાઇ બેરા, અ. સૌ. શારદાબેન મનસુખલાલ મણવર, નવનિતભાઇ છગનભાઇ બેરા, અ. સૌઉ અનસુયાબેન જયંતિલાલ માંડવીયા, એ રૂ. ૩૪.૬૩,ર૯પનું દાન અર્પણ કર્યુ છે.

જયારે સ્વ. મોહનભાઇ મુળજીભાઇ કાલરીયા, સ્વ. વિજયાબેન મોહનભાઇ કાલરીયા, સ્વ. જીવતીબેન પ્રેમજીભાઇ ડઢાણીયા પરિવારના અ. સૌ. લલીતાબેન ભુપતલાલ ચાંગેલા, સ્વ. નવીનચંદ્ર પ્રેમજીભાઇ ડઢાણીયા, ગં. સ્વ. જયોત્સનાબેન પ્રવિણકુમાર સુતરીયા, કિરીટકુમાર પ્રેમજીભાઇ ડઢાણીયા, સ્વ. પ્રવિણાબેન અશોકકુમાર જાગાણી, મનિષકુમાર પ્રેમજીભાઇ ડઢાણીયાએ રૂ. ર૧ લાખનું દાન આપ્યું છે.

આ ઉપરાંત સ્વ. વિનુભાઇ ભીમજીભાઇ કાલરીયા (હસ્તે મનિષભાઇ વિનુભાઇ કાલરીયા- મુંબઇ), સ્વ. રતિલભાઇ રણછોડભાઇ કાલરીયા, (હસ્તે અજયભાઇ કાલરીયા, સુરેશભાઇ કાલરીયા), સ્વ. દૂધીબેન કુરજીભાઇ ખુંટ, (હસ્તે ભાવીનભાઇ જેન્તીભાઇ ખુંટ), સ્વ. લાભુબેન કાન્તીભાઇ ચાંગેલા (હસ્તે કાન્તીભાઇ ગંગદાસભાઇ ચાંગેલા, નરેન્દ્રભાઇ કાન્તીભાઇ ચાંગેલા), સ્વ. વિરાબેન હિતેષભાઇ બેરા, સ્વ. કાન્તીભાઇ નથુભાઇ કાલરીયા, (હસ્તે રાકેશભાઇ કાલરીયા),  સ્વ. મણીલાલ નાનજીભાઇ  મકાતી, સ્વ. ઉજીબેન લાલજીભાઇ ખોખર, (હસ્તે લાલજીભાઇ ટપુભાઇ ખોખર), સુરેશભાઇ, રસીકભાઇ, મુકેશભાઇ પડાસણવાળા પ્રજપતિ), સ્વ. હેમીબેન રણછોડભાઇ કાલરીયા, પરિવાર, ગીરધરભાઇ રણછોડભાઇ કાલરીયા, ધીરજલાલ માવજીભાઇ દેસાઇ, (ખેડૂત સોલવન્ટ ગોંડલ), સ્વ. ડાયાલાલ વશરામભાઇ ઘરસંડીયા, (હસ્તે ગં. સ્વ. લીલાવંતીબેન ડાયાલાલ ધરસંડીયા, મનિષકુમાર ડાયાલાલ ધરસંડીય), સ્વ. વલ્લભભાઇ જીવાભાઇ કાલરીયા, (હસ્તે કિશોરભાઇ વી. કાલરીયા), શ્રી સદ્ગુરૂ ધુનમંડળ (મોવિયા), રાજેશગીરી કિશોરગીરી ગોસ્વામી, સુખમનાથ ફટાકડા ગ્રુપ, -મોવિયા, ગણેશભાઇ જયરાજસિંહ જાડેજાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

કાલે રાસ મંડળી અને શનીવારે લોક ડાયરો

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. પ :.. તા. ૬-૩-ર૦ર૬, શુક્રવાર રાત્રે ૯ કલાકે માંડવા (કુતીયાણા) ગામની પ્રખ્યાત રાસ મંડળીના કલાકારો કાનજી મહારાજ, અશ્વિનભાઇ રાધાજી, જયેશભાઇ મેરામભાઇ કાબરીયા, અરજણભાઇ કાબરીયા, ખીમજીભાઇ ભેડા, નારણભાઇ પીઠીયા, વિરમભાઇ વરૂ, શ્રી દ્વારકાધીશ રામજી મંદિર (ગામનો ચોરો), મોવિયા ખાતે કાર્યક્રમ રજૂ કરશે.

જયારે તા. ૭-૩-ર૦ર૬ શનીવારે રાત્રે ૯- કલાકે ગ્રામ પંચાયત ચોક, મોવિયા ખાતે ધીરૂભાઇ સરવૈયા, હાસ્ય કલાકાર, આશાબેન કારેલીયા, લોકગીત, શૈલેષ મહારાજ સંતવાણી આરાધક, દિનેશભાઇ પટેલ ભજનિક, પલ્લવીબેન પટેલ લોકગીતની રમઝટ બોલાવશે.

(10:55 AM IST)