News of Thursday, 5th March 2026
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ૧૪ મિલકત ટેક્સની ચૂકવણી ન કરતા સિલ
ડેપ્યુટી કમિશ્નર દ્વારા ટેક્સ ન ભરતા ૫૦ એકમોને સિલ કરી કાર્યવાહી કરવાનો હૂકમ કર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૫ : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી ૧૨૦ કરોડથી વધુની રકમનો ટેક્સ ઉઘરાવવાનો બાકી છે ત્યારે હાલમાં અલગ અલગ ૨૨ જેટલી ટીમો બનાવી અને ટેક્સ ઉઘરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યું છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકા નું નવું બજેટ પણ રજૂ થવા જઈ રહ્યું છે પરંતુ તે છતાં પણ ટેક્સ ભરવામાં સુરેન્દ્રનગર શહેરીજનો આળસ કરી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.
ટેક્સ વિભાગની ટીમ દ્વારા ૧૪ જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે જેમાં એક લાખથી વધુનો કરવેરો બાકી હોય તેવા એકમોને સૌપ્રથમ કરવેરો ભરવા માટેની તક આપવામાં આવે છે પરંતુ તે છતાં પણ વેરો ના ભણતા અંતે આકરા પગલાં ભરવા પડી રહ્યા છે. ૧૪ જેટલી બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે.
છેલ્લી ૨૪ કલાકમાં કરવેરા વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરેન્દ્રનગર શહેરી ૪૬.૭૩ લાખ રૂપિયાની કરવેરાની બાકી ઉઘરાણી કરવામાં આવી છે પરંતુ ઉઘરાણી દરમિયાન વેરાની રકમ ન ચૂકવણી કરવામાં આવતા ૧૪ જેટલા એકમોને સીલ કરી નાખવામાં આવ્યા છે.
૧૪ મિલકત ધારકો પાસેથી ૬૨.૫૧ લાખ રૂપિયાનો વેરો વસૂલાત કરવાનો બાકી છે અનેક વખત નોટિસો આપવામાં આવી છતાં પણ આ ૧૪ મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવતો ન હતો અને વેરો ભરવા માટે પણ ઇનકાર કરવામાં આવતો હતો અંતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સીલ કરવામાં આવ્યા છે ત્યારે જે મિલકતોના વેરા ભરવાના બાકી છે તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે.
૧૪ જેટલી મિલકતો સીલ કરી તેમના માલિકો અને કુલ બાકી રકમ વસૂલાત કરવાની યાદી નીચે મુજબ છે.
સાદિક ટ્રેડર્સ. ૨.૦૦
શ્રી રામ કન્સ્ટ્રક્શન. ૪.૮૧
શ્રી રામ કન્ટ્રક્શન. ૪.૯૭
ગોધરવાળા જૈનબબેન. ૧.૪૨
સર્વોદય સોસાયટી. ૨.૨૧
પટેલ વિપુલ અને અન્ય. ૪.૩૪
રાવળ દશરથભાઈ. ૧.૫૬
વર્ષાબા પરમાર. ૦.૫૭
ખાંદલા જયંતીલાલ. ૧.૬૩
મહેશ્વરી ચંદન કુમાર. ૦.૫૫
શ્રી બાવનગામ ભાવસાર
ર્બોડિંગ. ૧.૧૫
શાહ ગૌરાંગભાઈ. ૪.૧૩
અનિલભાઈ પરમાર. ૨.૩૩
ભારતજીનિંગ પ્રેસિંગ ફેક્ટરી ૩.૦૭
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
