News of Thursday, 5th March 2026
કાનપુરના શિક્ષીકાનું રાજકોટ માધાપર ચોકડીએ હોટેલમાં હાર્ટએટેકથી મૃત્યુ
મિત્ર સહિતની સાથે સોૈરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રાએ આવ્યા હતાં: રાતે તબીયત બગડયા બાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. યુપીના કાનપુરના વતની મહિલા સોૈરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રા માટે આવ્યા હોઇ પરિચીત સાથે માધાપર ચોકડી નજીક હોટેલમાં મિત્ર સાથે રોકાયા ત્યારે હૃદય બેસી ગયું હતું. આગામી મહિનામાં આ બંને લગ્ન પણ કરવાના હતાં.
જાણવા મળ્યા મુજબ કાનપુર રહેતાં કલ્પનાકીર્તી રામબહાદુર પાલીવાલ (ઉ.વ.૫૫) નામના મલિહા રાતે બારેક વાગ્યે માધાપર ચોકડીએ હોટેલમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સાથેના છત્તીસગઢના પ્રદિપભાઇએ તેમને તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુે પામનાર કલ્પનાકિર્તીએ છુટાછેડા લીધા હતાં અને તે હાલ શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. હાલમાં તે અને મિત્ર છત્તીસગઢના પ્રદિપભાઇ સહિતના સોૈરાષ્ટ્રના યાત્રાધામોના દર્શને આવ્યા હતાં. આ બંને આગામી મહિને કોર્ટ મેરેજ પણ કરવાના હતાં. ત્યાં હૃદય રોગનો હુમલો તેણી માટે જીવલેણ નીવડયો હતો. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
