News of Thursday, 5th March 2026
સરહદી કચ્છ જિલ્લાની ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે ચકચાર: કોર્ટ પરિસર ખાલી કરાવાયું, પોલીસ ડોગ સ્કવોડ સાથે તપાસ શરૂ
કોર્ટની બાજુમાં જ ડીએસપી ઓફિસ, આર એન્ડ બી, બહુમાળી ભવન, ટાઉનહોલ જેવી સરકારી ઇમારતો હોવાથી પોલીસ વધુ એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ વર્તમાન તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આજે સરહદી જિલ્લા કચ્છની મુખ્ય ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે આજે દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે.
અત્યારે એલર્ટ વચ્ચે ઇમેઇલ થી ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ એલર્ટ બની ગઈ છે. સલામતીના પૂરતા પગલાં સાથે પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતું. એ સાથે જ ડોગ સ્કવોડ સાથે પોલીસે કોર્ટ કચેરીની અંદર સઘન તપાસ શરૂ કરી છે.
હમણાં બે દિવસ પહેલા જ રાજ્યમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મૂક્યાનો ઇમેઇલ મળ્યો ત્યારે ભુજ પોસ્ટ ઓફિસમાં પણ બોમ્બ મુકાયાનો ઇમેઇલ આવ્યો હોઈ ત્યાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરાઇ હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
