<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

મોરબી: એચએસસી બોર્ડની પરીક્ષામાં મનોવિજ્ઞાન વિષયમાં ૨૭ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા.

કુલ સંખ્યામાંથી ૧૪૯૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે કુલ ર૭ વિદ્યાર્થીઓ ગેરહાજર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ઝોન-૫૧ ખાતે ચાલી રહેલી એચએસસી (HSC) પરીક્ષા ર૦ર૬ અંતર્ગત તારીખ ૦પ-૦૩-૨૦૨૬ ના રોજ મનોવિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી હાજર-ગેરહાજર સંખ્યાની વિગતો મુજબ, મનોવિજ્ઞાન (વિષય કોડ - ૧૪૧) ની પરીક્ષામાં કુલ ૧૫૧૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. આ કુલ સંખ્યામાંથી ૧૪૯૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કુલ ર૭ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

ગુજરાતી માધ્યમ: કુલ ૧૫૧૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧૪૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૨૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
અંગ્રેજી માધ્યમ: કુલ ૧ વિદ્યાર્થી નોંધાયેલ હતો અને તે ૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો (એટલે કે અંગ્રેજી માધ્યમમાં હાજર સંખ્યા ૦ રહી હતી). આમ, મોરબી ઝોનમાં આજના પેપરમાં એકંદરે ર૭ વિદ્યાર્થીઓની ગેરહાજરી જોવા મળી હતી.

(12:49 AM IST)