News of Friday, 6th March 2026
Women’s Day સપ્તાહ ઊજવણીના ભાગ રૂપે પી.જી.પટેલ કોલેજ અને યંગ ઈન્ડિયા ગૃપ દ્વારા The Kerala Story-2 મુવી શોનુ વિશેષ આયોજન
કોલેજની તમામ દીકરીઓએ ઉત્સાહભેર જોડાઈ :

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ કોલેજની દીકરીઓને પ્રવર્તમાન સામાજિક મુદ્દાઓ અને બનતી ઘટનાઓથી પણ વાકેફ કરવાના ભાગરૂપે પી.જી.પટેલ કોલેજ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સંયુક્ત સહયોગથી પી.જી પટેલ કોલેજની તમામ દીકરીઓ માટે The Kerala Story-2ના વિશેષ મુવી શોનુ આયોજન સ્કાય મોલ ખાતે કરવામાં આવ્યું.જેમાં કોલેજની તમામ દીકરીઓએ ઉત્સાહભેર જોડાઈ હતી.
આ તકે પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડૉ રવિન્દ્ર ભટ્ટ દ્વારા કોલેજની દીકરીઓને જે કાંઈ પણ અત્યારની ઘટનાઓ હાલ બને છે તે ઘટનાઓથી સાવચેત રહેવા માટે તેમજ જાગૃત રહેવા માટે વિશેષ અપીલ કરવામાં આવી આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપ મેન્ટોર ડો.દેવેનભાઈ રબારી પણ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને ઉપરોક્ત મુદ્દે માર્ગદર્શિત કરી હતી.અને આ મુવી કોઈ આનંદ કે મોજ-મજા માટે નહીં પરંતુ એક સામાજિક જાગૃતિ અને ચેતવણી માટેનુ આ મુવી છે તો આ દ્રષ્ટિથી પણ દીકરીઓને આ મુવી જોવા માટેની અપીલ કરવામાં આવી હતી
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
