<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો

કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરને વધુ પ્રકાશિત બનાવવામાં આવશે, જેના કારણે મોરબી શહેરની જનતાની સુખાકારીમાં વધારો થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશિત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

  આ કામગીરી અંતર્ગત શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલથી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરને વધુ પ્રકાશિત બનાવવામાં આવશે, જેના કારણે મોરબી શહેરની જનતાની સુખાકારીમાં વધારો થશે.
  ઉપરાંત, ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણીમંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.

(1:03 AM IST)