News of Friday, 6th March 2026
વિસાવદર પંથકમાં ડીઝલ-પેટ્રોલની તંગી સર્જાશે તેવી દહેશત વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની જબરી કતારો : યુદ્ધની અનેકવિધ વિપરીત અસરો
છેલ્લા ત્રણ ચાર દિવસથી વિસાવદર વિસ્તારમાં પેટ્રોલ પંપો પર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાની લાઈનો લાગી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ઈરાન-અમેરીકા-ઈઝરાયેલના યુદ્ધનો પ્રારંભ થયો છે અને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારથી લોકોમાં ડીઝલ-પેટ્રોલની ગંભીર સમસ્યા ઉભી થશે તેવી દહેશત ઉભી થઈ છે જેના પરિણામે લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી વિસાવદર વિસ્તારમાં પેટ્રોલ પંપો પર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાની લાઈનો લાગી રહી છે.. ખાસ ડીઝલ ભરાવવા મોટરકારો, ટ્રેક્ટરો સહિતના વાહનો ખૂબ જ જોવા મળે છે.. અમુક અમુક પેટ્રોલ પંપો પર તો અમુક કલાકો સુધી ડીઝલ ખલાસ થઈ જાય છે.. ત્યારે ફરી સ્ટોક આવે ત્યાં સુધી રાહ જોવાય છે.. ખેતીવાડીમાં પણ ડીઝલની આવશ્યકતા રહે છે જેથી ખેડૂતોની લાઈનો વધુ હોય છે..આમ યુદ્ધનાં પરિણામે ડીઝલ-પેટ્રોલની તંગી સર્જાશે તેવી દહેશત વચ્ચે લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાની દોટ લગાવી છે.. ખાસ કરીને ડીઝલનો સ્ટોક વધુ કરાઈ રહ્યાનુ ચિત્ર ઉપસી રહ્યું છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
