News of Friday, 6th March 2026
આજે મોરબી-કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાનો જન્મદિવસ: ૪૮ માં વર્ષમાં પ્રવેશ
શુભેચ્છકો દ્વારા વિવિધ સામાજિક સેવાકીય કાર્યોનું આયોજન, કચ્છમાં સૌથી નાની વયે સાંસદ બન્યા, સતત ત્રીજી ટર્મ સાંસદ ચૂંટાયા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે સફળ કામગીરી, કચ્છના સુખપર રોહા ગામથી દિલ્હીના સંસદભવન સુધીની સફળ રાજકીય સફર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : મોરબી કચ્છના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડા નો આજે તારીખ ૬ માર્ચના જન્મ દિવસ છે. આ પ્રસંગે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છ ભરમાં સેવા કાર્યો નું વિશેષ આયોજન કરાયું છે. કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામથી દિલ્હી સુધી ત્રણ ત્રણ વાર સાંસદ તરીકેની સફર કરનાર વિનોદભાઈ માને છે કે, જન્મદિવસ એટલે કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટે નો સંકલ્પ દિવસ !! યુવા જાગૃત ઉર્જાવાન સાંસદ વિનોદભાઇ ચાવડા ૪૭ વર્ષ પુર્ણ કરી ૪૮ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે કચ્છભરમાં સેવા એજ સંગઠન ના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમજ સાથીઓ અને સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યો નું આયોજન કરવામાં આવેલ છે.
રાજય અને રાષ્ટ્રની સેવામાં સમર્પિતતાના ભાવ સાથે દીન: દુખીઓની ઉન્નતિ માટે તેઓ સતત કાર્ય કરતા રહે એવી શુભભાવના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા મેડિકલ કેમ્પ આયુષ હોસ્પિટલ, પક્ષીઓ માટે કુંડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધન સહાય, ટીબી ગ્રસ્ત દર્દીઓ ને કીટ વિતરણ, ગાયોને નીરણ, બાળકોને શિક્ષણ કીટો, શ્રમિકો ને રાશન કીટ વિતરણ, દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયો માં ભોજન, સેવા અને સમર્પણ – લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી સાંસદશ્રી ના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે.
કચ્છમાં સૌથી નાની યુવા વયે પ્રથમ વખત ૨૦૧૪ માં લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાનાર વિનોદ ચાવડા હાલ ત્રીજી ટર્મ સાથે જન સેવામાં કાર્યરત છે. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ પ્રભારી રહી ચૂકેલા વિનોદ ચાવડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સદસ્ય રહી ચૂક્યા હોઈ નાનામાં નાના કાર્યકરો સાથે તેઓ સંકળાયેલા છે સંગઠનના કાર્યમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આજે તેમના જન્મ દિવસે તેમને ઠેર ઠેરથી શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થઈ રહ્યા છે. મોબાઈલ: 9825105467
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
