News of Friday, 6th March 2026
સાણથલીમાં વિકાસ કાર્યોનુ કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સાણથલી ગામના માર્ગો થશે વધુ મજબૂત:સાણથલી ઈશ્વરીયા અને થોરખાણ રોડ ઉપર કરોડોના ખર્ચે બ્રીજ બનશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.6 : રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના સાણથલી અને ઈશ્વરીયા વિસ્તારમાં નિર્માણ પામનારા વિવિધ બ્રિજ અને રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કુંવરજીભાઈ બાવળીયાએ સાણથલી ખાતે રૂ. ૭૮૦ લાખના ખર્ચે સાણથલી-ઈશ્વરીયા રોડ પર બનનારા મેજર બ્રિજ, રૂ. ૩૫૦ લાખના ખર્ચે સાણથલી-થોરખાણ રોડ અને રૂ. ૭૫ લાખના ખર્ચે સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ ઉપરાંત,ઈશ્વરીયા-કાનપર રસ્તા પર રૂ. ૪૦૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા સબ મર્સિબલ બ્રિજ (૫ ગાળા - ૧૦ માર્ગે મીટર લંબાઈ)ના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જસદણ વિછીયા પંથકના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓનો નાગરિકોએ લાભ લઈને આ પંથકના વિસ્તારના વિકાસમાં સહભાગી બનવું જોઈએ તેમણે રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકના વિકાસ માટે પ્રતિબધ્ધ છે અને આ માટે તબક્કાવાર યોજનાઓ બનાવીને તેનુ અમલીકરણ કરી રહી છે.
આ પ્રસંગે પાર્ટીના હોદુદારો,અગ્રણીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
