News of Friday, 6th March 2026
ગાંધીધામમાં ઉતરપ્રદેશની મહિલા ઉપર ત્રણ શખ્સો દ્વારા ગેંગ રેપ
ગાઝિયાબાદમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીધામ પોલીસે હાથ ધરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા.૬: કચ્છના ગાંધીધામમાં ઉત્તરપ્રદેશની મહિલા ઉપર ગેંગ રેપ કરવાના બનાવે ચકચાર સર્જી છે. પીડિત મહિલાએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાવતા ત્યાં મુરાદાબાદ એસપી ઓફિસથી આ ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ટ્રાન્સફર કરાઈ છે. ફરિયાદ અનુસાર યુપીની મહિલાને યુપીના જ ત્રણ આરોપીઓ દ્વારા ગાંધીધામના ગણેશનગરમાં લઈ અવાઈ હતી. અહીં આરોપી મુનેશ, શ્યામજી અને છોટુએ ફરિયાદી મહિલાને માર મારી વારાફરતી ત્રણેય જણાએ બળાત્કાર કર્યો હતો. ગેંગ રેપ બાદ ગભરાઈ ગયેલ મહિલાએ પરત વતન યુપી જઈ ત્યાં યુપી પોલીસમાં ફરિયાદ કરી હતી. ઝીરો નંબરથી આ ફરિયાદ ગાંધીધામ ટ્રાંસફર થતાં વધુ તપાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે શરૂ કરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
