તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 6th March 2026
ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયોઃ કાલે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસની આગાહીઃ વિઝિબિલિટી ઘટવાની શકયતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા :તા.૬, ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આવતી કાલે ૭ માર્ચની સવાર રાજ્યના અનેક વિસ્તારો માટે ધુમ્મસભરી રહેવાની આગાહી જાણીતા યુવા વેધરમેન ઉતમ માળી એ કરી છે
એમણે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર અસર પડી શકે છે. આવતીકાલે સવારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ધુમ્મસ જોવા મળશે. અહીં ધુમ્મસની તીવ્રતા એટલી વધારે હોઈ શકે છે કે જાણે વરસાદ પડતો હોય તેવી ઝાકળની અનુભૂતિ થશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભેજવાળા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ જશે. મુખ્યત્વે નીચેના વિસ્તારોમાં તેની અસર જોવા મળશેઃ
સૌરાષ્ટ્રઃ જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ.
ઉત્તર ગુજરાતઃ વિરમગામ, રાધનપુર, સાંતલપુર અને થરાદ જેવા વિસ્તારોમાં પણ હળવીથી મધ્યમ ઝાકળ પડવાની પૂરી શકયતા છે.?રાજ્યમાં ઠંડા પવનોની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
