<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ગાંધીધામમાં ગણેશ નગર વિસ્તારમાં સ્થાનિક રહીશોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

લોકોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ ડર વગર દેશી દારૂનો વેપલો ચાલતો હતો

કચ્છના ગાંધીધામમાં આવેલા ગણેશ નગર વિસ્તારમાં આજે સ્થાનિક રહીશોએ ભેગા મળીને દેશી દારૂના એક અડ્ડા પર જનતા રેડ પાડી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેના કારણે કાયદો-વ્યવસ્થા અને સામાજિક વાતાવરણ ડહોળાઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી.

 

ગણેશ નગરના રહીશો આ દારૂના અડ્ડાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, સ્થાનિક લોકોએ અગાઉ અનેકવાર પોલીસ તંત્રને આ અડ્ડા અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. લોકોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ ડર વગર દેશી દારૂનો વેપલો ચાલતો હતો. આજે ધીરજ ખૂટતા સ્થાનિક પુરુષો અને મહિલાઓએ જાતે જ અડ્ડા પર જઈ દરોડો પાડ્યો હતો અને દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો.

(10:39 PM IST)