<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

જામખંભાળિયામાં અંડરબ્રિજનો વિવાદ ઉકેલાયો સલાયા ફાટકની કામગીરી હવે ફરીથી શરૂ કરાઈ

જામખંભાળિયા ખાતે સલાયા ફાટક પાસે બનતા અંડરબ્રિજને લઈને ચાલતો વિવાદનો અંત :છેલ્લા લગભગ આઠ મહિનાથી બંધ પડેલી અંડરબ્રિજની કામગીરી હવે ફરી શરૂ

જામખંભાળિયા ખાતે સલાયા ફાટક પાસે બનતા અંડરબ્રિજને લઈને ચાલતો લાંબા સમયનો વિવાદ આખરે ઉકેલાયો છે. છેલ્લા લગભગ આઠ મહિનાથી બંધ પડેલી અંડરબ્રિજની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક વેપારીઓ, ડોકટરો અને રહીશોએ અંડરબ્રિજની ડિઝાઇનને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે કામગીરી અટકી ગઈ હતી અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો

આ મામલે સાંસદ પૂનમબેન માડમના હસ્તક્ષેપ બાદ ડિઝાઇન સંબંધિત જટિલ પ્રશ્નોનો નિકાલ આવ્યો છે. તેમની પહેલથી સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

 

(10:49 PM IST)