<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મોરબીના નવા બસ સ્ટેશન પાસે પાલિકાના કર્મચારીઓ જ કચરો સળગાવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ

પાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો ઉપાડવાને બદલે ત્યાં જ દીવાસળી ચાંપી તેને સળગાવી દે છે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નવા બસ સ્ટેશન વિસ્તારમાં કચરાના નિકાલને લઈને સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે, મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતે કચરો સળગાવે છે અને બીજી તરફ તંત્ર દ્વારા વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિઓ હાલ સામે આવ્યો છે.

     મળતી વિગત મુજબ, મોરબીના નવા બસ સ્ટેશન પાસે કચરાના ઢગલાઓ ખડકાયેલા રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો ઉપાડવાને બદલે ત્યાં જ દીવાસળી ચાંપી તેને સળગાવી દે છે. સ્થાનિક વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, "પાલિકાના માણસો જ અહીં આવીને કચરો સળગાવી જાય છે. જ્યારે અગાઉ કચરો સળગાવવા બાબતે અમને રૂ.7,000 જેવો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બેવડા ધોરણો દર્શાવે છે.

(12:01 AM IST)