News of Saturday, 7th March 2026
સિરામિક ઉદ્યોગ સંકટમાં : શટ ડાઉન થનાર ફેકટરીઓની સંખ્યા 100ને પાર... પ્રમુખ
જો સ્થિતિ નહિ સુધરે તો ચારથી પાંચ જ દિવસમાં 400 યુનિટો બંધ થવાની તૈયારીમાં : એક્સપોર્ટના ઓર્ડર સ્થગિત : પેપર મિલ, પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટરને પણ ભારે અસર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે આજે સીરામિક ઉદ્યોગની વિકટ સ્થિતિ વિશે પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકરોને માહિતી આપતા જણાવ્યું હતુ કે, ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પ્રોપેન ગેસની સપ્લાયમાં અનિશ્ચિતતા અને નિકાસમાં ઊભા થયેલા અવરોધોને કારણે સિરામિક ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શટ ડાઉન થનાર ફેકટરીઓની સંખ્યા બે જ દિવસમાં 100ને પાર થઈ ગઈ છે.
યુદ્ધની અસર દેખાઈ રહી છે, જેનાથી નિકાસ પર ગંભીર અસર પડી છે. હાલમાં નવી કોઈ નોંધપાત્ર માંગ નથી, અને જે ઓર્ડર અગાઉથી મળ્યા હતા તે પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. બનેલો માલ ક્યારે નિકાસ થશે તે અંગે પણ અનિશ્ચિતતા છે. આ સ્થિતિ ઉદ્યોગકારો માટે અત્યંત ચિંતાજનક
મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી
આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિરામિક ઉદ્યોગને શું રાહત કે મદદ પૂરી પાડી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. ઉદ્યોગકારો પણ સરકાર પાસેથી યોગ્ય રાહત અને સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય.
પેપર મિલ, પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટરને પણ ભારે અસર
મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં તેની સીધી અસર પેપર મિલ, પેકેજીંગ, ટ્રાન્સપોર્ટર સહિતના ઉદ્યોગો પર પડી છે. ઉપરાંત આ તમામ ક્ષેતી કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ પ્રશ્ન સર્જાયો છે. હવે આ ઉદ્યોગોમાં આવેલા સંકટને કારણે સમગ્ર પંથકના અર્થતંત્ર ઉપર આની ભારે અસર જોવા મળશે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
