News of Saturday, 7th March 2026
મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ. બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
