ગોંડલ ભાજપનાં વિવિધ મોરચાનાં હોદેદારોની વરણીઃ તમામ જ્ઞાતિઓને આવરી લેતું સમતલ સંગઠન માળખુ જાહેર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: શહેર ભાજપનાં વિવિધ મોરચા નાં હોદેદારોની વરણી કરાઇ છે.
ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા તથા ધારાસભ્ય ગીતાબાનાં માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા તથા યુવા અગ્રણી ગણેશભાઈ એ તમામ જ્ઞાતિઓને પ્રાધાન્ય મળી રહે તે પ્રકારે સમતોલ સંગઠનની જાહેરાત કરી છે.
જેમાં શહેર ભાજપ યુવા મોરચામાં પ્રમુખ સચીન રમણીકભાઇ વ્યાસ, મહામંત્રી વિશ્વરાજસિહ લગધીરસિહ જાડેજા મહીલા મોરચામાં અમળતાબેન સંજયભાઈ બગથરીયા, મહામંત્રી રસીલાબેન કાંતિભાઈ રૈયાણી, ધર્મીષ્ઠાબેન વિનેશભાઇ જોશી, બક્ષીપંચ મોરચામાં પ્રમુખ હરદેવભાઈ ચંદુભાઈ હુંબલ, મહામંત્રી દિપકભાઈ મંગુભાઇ શિયાળ, સાગરભાઇ રામચંદ્ કાચા કિશાન મોરચામાં પ્રમુખ ધિરજભાઇ પ્રાગજીભાઇ રામાણી, મહામંત્રી પંકજભાઇ વલ્લભભાઈ કાથરોટીયા, પારસભાઇ પ્રવિણભાઈ રૈયાણી અનુસૂચિત જાતી મોરચો-પ્રમુખ શૈલેષભાઈ વસંતભાઈ ગોરી, મહામંત્રી નાનુભાઇ હમીરભાઇ મકવાણા, પ્રકાશભાઈ ગીરધરભાઇ દાફડા પ્રેસ મિડીયા વિભાગ-કન્વીનર જીતેન્દ્રભાઇ આચાર્ય, સહકન્વીનર જીતુભાઇ પંડ્યા, સોશિયલ મિડીયા વિભાગ-કન્વીનર વિપુલભાઈ જાદવ સહ કન્વીનર વિનેશભાઇ જોશી આઇ.ટી.વિભાગ-કન્વીનર ઉદયભાઇ મનસુખભાઈ પીપળીયા, સહ કન્વીનર જયભાઈ વાઘેલા ની નિમણુંક કરાઇ છે.
વિવિધ મોરચાનાં તમામ હોદ્દેદારોને શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયાએ શુભેચ્છાઓ પાઠવી સંગઠનને વધુ મજબુત કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ને શહેરનાં ઘરેઘરે અને છેવાડાનાં વિસ્તાર સુધી પંહોચતી કરવાં જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
