<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાના ૩૦૦ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા..

કામના સમયમાં ફેરફાર મુદ્દે સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના કમ્‍પાઉન્‍ડમાં જ ઉપવાસ આંદોલન કરીને આક્રોશ

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ૩૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા ના કંપાઉન્‍ડમાં જ ઉપવાસ ઉપર ઉતરી જતા મામલો ગરમાયો છે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને હાલના સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને હાલના તબક્કામાં કામના સમયમાં ફેરફાર કરી અને ૦૮ કલાક ફરજિયાત નોકરી કરવાની તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્‍યો છે ત્‍યારે અત્‍યાર સુધી સફાઈ કર્મચારીઓ સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં ફક્‍ત ચાર કલાક જ નોકરી કરતા હતા પરંતુ સુરેન્‍દ્રનગર શહેર સ્‍વચ્‍છ બને તે માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરી અને ૩૦૦ જેટલા સફાઈ કર્મચારીઓને ૦૮ કલાક નોકરી કરવા અંગે નો નિર્ણય કરવામાં આવ્‍યો હતો સવારે ૦૬ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધી અને બપોરે ૨ વાગ્‍યા થી સાંજે ૦૬ વાગ્‍યા સુધી નોકરી કરવા અંગેનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે સામે તેમના પગાર વધે તેવો પણ નિર્ણય કરવામાં આવ્‍યો છે.

પરંતુ હવે સફાઈ કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જે સાંજનો સમય છે તેમાં ફેરફાર કરવામાં આવે અને સાંજે માત્ર ત્રણ કલાક જેટલી કામગીરી કરાવવામાં આવે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય કરવામાં ન આવતા આજે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ૩૦૦ થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે એક તરફ મહાનગરપાલિકા દ્વારા જે સફાઈ કર્મચારીઓ છે તેમને સાવરણા કચરો ભરવા ની કચરા ટોપલીઓ સેફટીના સાધનો આપવામાં આવતા નથી અને તે ઉપરાંત સફાઈ કર્મચારીઓ પાસે કામગીરી કરાવવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓ સાથે મન માનની પૂર્વકનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

સફાઈ કર્મચારીઓના રજૂઆત મળી છે ત્‍યારે તેમના પ્રશ્નનો નિવેડો આવે તે માટે મહાનગરપાલિકા ના અધિકારીઓ કામે લાગ્‍યા છે કોન્‍ટ્રાક એજન્‍સીને પૂરતા સાધનો સફાઈ કર્મચારીઓને આપવા અંગેની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત સમયના ફેરફારની વાત છે ત્‍યારે આ દિશા માં પણ હાલ વિચારણા ચાલુ છે અધિકારીઓ સાથે બેઠક યોજી અને ત્‍યારબાદ સફાઈ કર્મચારીઓના સમયમાં ફેરફાર થાય તે પ્રકારના નિર્ણય કરવામાં આવશે તેવું ડેપ્‍યુટી કમિશનર કલ્‍પેશ ચૌહાણ જણાવ્‍યું છે.

(10:25 AM IST)