હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૯ઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ દાવલશા શેરીમાં રહેતા રાહીલ બેલીમ અને તેના મિત્રનું મોત થયુ છે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમો સ્થાનિક તંત્રની ટીમો અને તરવૈયાઓની ટીમો દ્વારા બંનેના મૃતદેહને ૧૮ કલાક બાદ નર્મદાની કેનાલમાંથી શોધી કાઢી અને બહાર કાઢવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગરની લીંબડી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને આ અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પરંતુ પાંચ જેટલા મિત્રો નાહવા ગયા હતા જે પૈકી ત્રણ જેટલા મિત્રોને બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય બે મિત્રો કેનાલના પાણીમાં ઘરકાવ બની જતા હાલમાં લીંબડીમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું છે. જોકે સમગ્ર ઘટના મુદ્દે રાહીલ બેલીમ નો મૃતદેહ કાલે મળી આવ્યો હતો પરંતુ તેના મિત્રના મૃતદેહની શોધખોળ પાછળ મહાનગરપાલિકાની ટીમોને પણ કામે લગાવવામાં આવ્યા બાદ ૧૮ કલાક કેનાલમાં શોધખોળ પછી મળી આવ્યો છે ત્યારે હાલ જે મૃતક છે તેની ઓળખ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે મોડી સાંજે કેનાલમાં ડૂબેલા યુવક રાહીલ બેલીમ નો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેના મિત્રના મૃતદેહની શોધખોળ કરવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમો સ્થાનિક તરવૈયાઓની ટીમોને કામે લગાવવામાં આવી હતી ભારે જહમત બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે તે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને તેની ઓળખ પણ શરૂ કરવામાં આવી છે હાલ માતમનો માહોલ સર્જાયા હોવાનું મૃતકના પરિવારજનોઍ જણાવ્યું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM