<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હાર્દિક વીરપુરમાં દોઢ લાખના દારૂ સાથે ઝડપાયો

દાદરાનગર હવેલીના રાહુલનું નામ ખુલ્યુઃ પાંચ લાખની કાર, ૧૦ હજારના મોબાઇલ સહિત ૬.૬૬ લાખનો મુદામાલ કબ્જે કરતી રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ તા.૯ઃ જેતપુર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ પોલીસની ટીમે અંગ્રેજી દારૂના જથ્થા સહિત ૬.૬૬ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે નાસતા ફરતા આરોપીઅોને ઝડપી પાડવા સુચના આપી હતી. જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય ઍલસીબી શાખાના પોલીસ ઇન્સ.પેકટર વી વી અોડેદરાની રાહબરી હેઠળ તથા પોલીસ સબ ઇન્સપેકટર ઍચ સી ગોહિલ, કે.ઍમ. ચાવડા, આર.વી. ભીમાણી તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર પી.ઍન. ભરવાડના માર્ગદર્શન હેઠળ ઍલસીબી સ્ટાફની ટીમને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી. જે બાતમીના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા હાર્દિક મનજીભાઇ ગજરા (રહે.વાપી)ને ૧,૫૬,૨૦૦ રૂપિયાની ૧૭૬ અંગ્રેજી દારૂ સહિત ૫ લાખની કાર, ૧૦ હજારનો મોબાઇલ સહિત ૬,૬૬,૦૦૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે તપાસમાં અન્ય રાહુલ (રહે.દાદરાનગર હવેલી)નું નામ ખુલતા તેને ઝડપી પાડવા વિરપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ કામગીરી ઍઍસઆઇ અનિલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, ધર્મેશભાઇ ચાવડા, અર્જુનભાઇ ડવેરા, અરવિંદસિંહ જાડેજા, રસિકભાઇ જમોડ, મનદિપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગમારા, શકિતસિંહ ઝાલા, ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, શકિતસિંહ જાડેજા, અબ્દુલભાઇ શેખ દ્વારા હાથ ધરવામાં આવી હતી

(11:34 AM IST)