News of Monday, 9th March 2026
ગોંડલ યાર્ડમાં સવારે બે લાખ ગુણી ધાણા અને ૧ લાખ ગુણી ઘઉંની આવક
એક મણ ધાણાના રૂા. ૧૧૦૦ થી ર૩૦૦ અને ઘઉંના એક મણનાં ૪પ૦ થી ૬પ૦ રૂપિયા મળ્યા

ગોંડલ, તા. ૯ : સૌરાષ્ટ નુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ૨૨૦૦ થી વધુ વાહનો દ્વારા ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે રેકોર્ડ બ્રેક સવા બે લાખ ગુણી ધાણા આવક થતા ચારો તરફ ધાણા ઉતારવાની ફરજ પડી હતી. જેમાં ખેડૂતોને ૨૦ કિગ્રા ના ધાણા ના ૧૧૦૦ થી ૨૩૦૦ અને ધાણી ના ૧૨૦૦ થી ૨૫૦૦ સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉં ની સીઝનની રેકોર્ડ બ્રેક આવક એક લાખ ગુણી ની આવક થતા યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા હતા. ઘઉંના ૨૦ કિગ્રા ના ૪૫૦ થી લઈને ૬૫૦ સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
