<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

જામનગરમાં માય ભારત દ્વારા આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો : યુવાનો દેશની એકતા અને સંસ્કૃતિના વાહક બની વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે અંગે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન અપાયું

અમદાવાદ જિલ્લામાંથી આવેલા યુવા પ્રતિભાગીઓએ મોટી સંખ્યામાં જોડાઈને પોતાની કલા અને વિચારોનું આદાન-પ્રદાન : આગામી દિવસોમાં પણ યુવાનો માટે વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ :  જામનગર ખાતે ‘માય ભારત’ દ્વારા આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં મુખ્ય અતિથિ પદે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિશિષ્ટ અતિથિ તરીકે કોર્પોરેટર પાર્થભાઈ તેમજ એન.ડી.સી. ગ્રુપના ફાઉન્ડર જયેશભાઈ વાઘેલાએ ખાસ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક વારસાને સમજવા માટે આવા આદાન-પ્રદાન કાર્યક્રમો ખૂબ જ અનિવાર્ય છે. તેમણે યુવાનોને સંસ્કૃતિ અને પરસ્પર સમજણ કેળવી દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પ્રેરણા આપી હતી.

 

જામનગર જિલ્લા યુવા અધિકારી  સ્વરૂપ દેશભ્રતારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લામાંથી આવેલા યુવા પ્રતિભાગીઓએ મોટી સંખ્યામાં જોડાઈને પોતાની કલા અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો માટે વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(3:07 PM IST)