News of Monday, 9th March 2026
જુનાગઢ બસસ્ટેન્ડ ચોકમાં હજુ સુધી પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા ન મુકવામાં આવતા આક્રોશ
મુંબઇમાં હિરામાણેક ગ્રુપના અગ્રણી હાર્દિક હુંડિયાએ આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યુ

હિરામાણેક ગ્રુપના હાર્દિક હુંડિયાએ વિશ્વ પ્રસિધ્ધ દિવાળીબેન ભીલની પ્રતિમા જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશજી (જે અત્યારે રાજકોટમાં કલેકટર છે)ને અર્પણ કરવામાં આવી તે સમયની તસ્વીર.
જુનાગઢ તા.૯: પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા જુનાગઢના બસસ્ટેન્ડ ચોકમાં મુકવા માટે મુંબઇના હિરામાણેક ગ્રુપના હાર્દિકભાઇ હુંડિયા સહિતનાએ કોર્પોરેશન તંત્રને આપી હતી. ત્યારબાદ લાંબો સમય થવા છતા પણ હજુ સુધી આ પ્રતિમાની સ્થાપના બસસ્ટેન્ડ ચોકમાં મુકવામાં આવી નથી.
આ અંગે હાર્દિકભાઇ હુંડિયાએ જણાવ્યુ હતું કે, પ્રતિમા ન મુકીને વિશ્વના કલાજગતની સાથોસાથ આદિવાસી સમાજનું પણ અપમાન થયુ છે. એકાદ વર્ષ પહેલા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મહાનગરપાલિકાને બેન્ડવાજા સાથે અર્પણ કરવામાં આવી હતી.
મુંબઇથી પ્રતિમા જયારે જુનાગઢમાં જયારે લાવવામાં આવી ત્યારે પદ્મશ્રી દિવાળીબેન ભીલનું સુવિખ્યાત ગીત ‘‘મારે ટોડલે બેઠો મોર'' જુનાગઢની ગલીઓમાં ગુંજી ઉઠયુ હતું.
પરંતુ હજુ સુધી પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મુકવામાં ન આવતા રોષ ઠાલવીને મુંબઇના હિરામાણેક ગ્રુપ દ્વારા આ અંગે યોગ્ય કરવા માંગણી થઇ છે.
મેયર શું કહે છે?
આ અંગે જુનાગઢના મેયર ધર્મેશભાઇ પોશિયાએ અકિલાને જણાવ્યુ હતું કે, જે પ્રતિમા આપવામાં આવી છે તે પ્રતિમા આ ચોકની ગોળાઇ કરતા નાની છે જેથી પદ્મશ્રી દિવાળીબેન ભીલની નવી પ્રતિમા બનાવવા માટે અમે કામગીરી હાથધરી છે. આવનારા સમયમાં આ અંગે યોગ્ય થઇ જશે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
