હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના સંગઠનનું માળખું જાહેર: હાર્દિક ટમાલીયાની ટીમમાં અનુભવી અને નવા ચહેરાઓને સ્થાન : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સંમતિથી જિલ્લા હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ અને આઈટી-મીડિયા વિભાગના સંયોજકોની નિમણૂક; સામાજિક સમીકરણો જાળવી સંગઠનને અપાયું નવું જોમ

સુરેન્દ્રનગર: ૦૯ માર્ચ, ૨૦૨૬ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા દ્વારા જિલ્લાના નવા સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. "નમો કમલમ" જિલ્લા કાર્યાલય ખાતેથી જાહેર કરાયેલી આ યાદીમાં જિલ્લાના હોદ્દેદારો સહિત યુવા, મહિલા, કિસાન અને અન્ય મોરચાઓના જવાબદારોની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દેદારોની યાદી:
જિલ્લાના સંગઠન માળખામાં ઉપપ્રમુખ તરીકે રામજીભાઈ નરસંગભાઈ ચાવડા (પાટડી ગ્રામ્ય), ભારતીબેન નિલેશભાઈ ખોખાણી (વઢવાણ ગ્રામ્ય), નિર્મળસિંહ તખુભા ઝાલા-રાજભા (લીંબડી ગ્રામ્ય), જીગ્નાશાબેન આશિષકુમાર નાયક (સુરેન્દ્રનગર વઢવાણ શહેર), પ્રતાપભાઈ જીલુભાઈ ખાચર (થાનગઢ શહેર), ડૉ. પ્રકાશભાઈ વજુભાઈ કોરડીયા, મીનાબેન મુળજીભાઈ સિંધવ અને કશ્યપભાઈ વિરેન્દ્રભાઈ શુક્લ (તમામ સુરેન્દ્રનગર વઢવાણ શહેર)ની નિમણૂક કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે ભાવેશભાઈ બીજલભાઈ મકવાણા (સાયલા), નરેશભાઈ પ્રભુભાઈ પટેલ (પાટડી ગ્રામ્ય) અને શૈલેષભાઈ જીવરાજભાઈ રાજવીર (ચોટીલા શહેર)ને જવાબદારી સોંપાઈ છે. મંત્રી તરીકે તેજાભાઈ પાંચાભાઈ ભરવાડ (ચોટીલા ગ્રામ્ય), ચેતનભાઈ કનૈયાલાલ શેઠ (પાટડી શહેર), મીરાબેન હિતેષભાઈ ગોંડલીયા (ચોટીલા શહેર), પ્રભુભાઈ બાલુભાઈ મકવાણા (લખતર), ઈન્દ્રજીતસિંહ ખોડૂભા પલાણીયા (વઢવાણ ગ્રામ્ય), કેતનભાઈ હિંમતલાલ પનારા (ધ્રાંગધ્રા શહેર), જાગૃતિબેન બીપીનભાઈ પંચાલ (પાટડી ગ્રામ્ય) અને પારૂલબેન ખીમજીભાઈ ચાવડા (સુરેન્દ્રનગર વઢવાણ શહેર)ની વરણી થઈ છે. આ ઉપરાંત રમીલાબેન રાજેશભાઈ મકવાણા (પાટડી શહેર) ને કોષાધ્યક્ષ અને વિરાટ જશવંતરાય સંઘવી (સુરેન્દ્રનગર વઢવાણ શહેર) ને કાર્યાલય મંત્રી બનાવાયા છે.
વિવિધ મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓ:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (સુરેન્દ્રનગર વઢવાણ શહેર) અને મહામંત્રી તરીકે હર્ષભાઈ ખોડાભાઈ પટેલ (ચુડા) તથા અપૂર્વભાઈ સુનીલભાઈ સોની (સુરેન્દ્રનગર વઢવાણ શહેર).
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે કલ્પનાબેન ભાવેશભાઈ રાવલ (ધ્રાંગધ્રા શહેર) અને મહામંત્રી તરીકે સુરેખાબેન ચેતનભાઈ પટેલ (પાટડી શહેર) તથા અમૃતાબેન દયાલભાઈ મેટાલીયા (સુરેન્દ્રનગર વઢવાણ શહેર).
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે અનિલભાઈ માધુભાઈ દેત્રોજા (ધ્રાંગધ્રા ગ્રામ્ય) અને મહામંત્રી તરીકે વિપુલભાઈ પ્રવિણભાઈ પટેલ (વઢવાણ ગ્રામ્ય) તથા દિલીપસિંહ લક્ષ્મણભાઈ ગોહિલ (વઢવાણ ગ્રામ્ય).
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે મહેશભાઈ કેશરભાઈ મકવાણા (પાટડી ગ્રામ્ય) અને મહામંત્રી તરીકે મેહુલકુમાર નરેન્દ્રભાઈ સોલંકી (મુળી) તથા વિનોદભાઈ લાખાભાઈ બગડા (થાન શહેર).
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે અભરામ દાઉદ વારૈયા (લીંબડી ગ્રામ્ય) અને મહામંત્રી તરીકે ફિરોજભાઈ અબ્બાસભાઈ મકરાણી (ધ્રાંગધ્રા શહેર) તથા અકબરભાઈ નુરાભાઈ સંઘરીયાત (પાટડી ગ્રામ્ય).
* બક્ષીપંચ મોરચો: પ્રમુખ તરીકે નનુભાઈ માનુભાઈ ખેર (પાટડી ગ્રામ્ય) અને મહામંત્રી તરીકે કલ્પેશભાઈ શામજીભાઈ ચાવડા (લીંબડી શહેર) તથા રમેશભાઈ ભુપતભાઈ ઉઘરેજા (સાયલા).
આઈટી અને સોશિયલ મીડિયા વિભાગ:
સંગઠનના પ્રચાર-પ્રસાર માટે ભાવેશભાઈ રતિલાલ પ્રજાપતિને મીડિયા વિભાગના સંયોજક બનાવવામાં આવ્યા છે. આઈટી વિભાગમાં સંયોજક તરીકે ચિંતનભાઈ કિશોરભાઈ ત્રિવેદી અને સહ સંયોજક તરીકે મહેન્દ્રસિંહ બાલુભા ઝાલાની નિમણૂક થઈ છે. સોશિયલ મીડિયા વિભાગના સંયોજક તરીકે યશભાઈ રજનીકાંતભાઈ સોલંકી અને સહ સંયોજક તરીકે અશ્વિનવન મોહનવન ગોસાઈની વરણી કરવામાં આવી છે.
આ નિમણૂકની નકલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાને રવાના કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
