<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ગાંધીધામ ભાજપ મંત્રીના આપઘાત કેસમાં પોલીસની મોટી કાર્યવાહી :મુખ્ય આરોપી પ્રકાશ મોદીની ધરપકડ

અનેક રાજકીય તેમજ વ્યાપારી ક્ષેત્રના 'મોટા માથાઓ' સામેલ હોવાની આશંકાએ ખળભળાટ :તેમણે સ્યુસાઈડ નોટ અને વીડિયો દ્વારા 18 જેટલા શખ્સોના નામ જાહેર કર્યા હતા.

ગાંધીધામ શહેર ભાજપના મંત્રી અને બાલાજી વેફર્સના વિતરક દીપેશ ત્રિપાઠીના આપઘાત કેસમાં પૂર્વ કચ્છ પોલીસે પ્રથમ મહત્વની સફળતા મેળવતા મુખ્ય આરોપી પ્રકાશ મોદીની ધરપકડ કરી છે. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દીપેશભાઈએ અંતિમ પગલું ભર્યું હતું, જે પૂર્વે તેમણે સ્યુસાઈડ નોટ અને વીડિયો દ્વારા 18 જેટલા શખ્સોના નામ જાહેર કર્યા હતા. અંજાર વિભાગના DySP મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર, આરોપીએ લોન પેટે મોટી રકમ મેળવી મૃતકને આર્થિક ભીંસમાં મૂક્યા હતા.

 

કચ્છમાં વ્યાજખોરોનો આતંક સતત ચર્ચાનો વિષય રહ્યો છે અને આ કેસમાં અનેક રાજકીય તેમજ વ્યાપારી ક્ષેત્રના 'મોટા માથાઓ' સામેલ હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો ફરાર અન્ય આરોપીઓને દબોચી લેવા માટે સઘન દરોડા પાડી રહી છે. સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવતી ઝુંબેશ વચ્ચે બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

(10:12 PM IST)