<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વાવડી કન્યાશાળા ખાતે મહિલા દિવસ નિમિત્તે ડો. હસ્તીબેન મહેતાનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

મહિલા દિવસની આ સાર્થક ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના પરિવારના સભ્યોની આરોગ્ય તપાસ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે વાવડી કન્યાશાળા ખાતે હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા રર૧મા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જાગૃત નારી દ્વારા મહિલા દિવસની આ સાર્થક ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના પરિવારના સભ્યોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં ઉપસ્થિત તમામ લોકોનું વજન, બ્લડ સુગર અને બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. આ સાથે જ તપાસ બાદ ત્રણ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં વાવડી કન્યાશાળાના આચાર્ય સાગરભાઈ મહેતાનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.
આ કેમ્પ અંતર્ગત જયેન્દ્રબાળાબેન ઇન્દુલાલ મહેતા અને વિદ્યાબેન મહેતા તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ભેટની પણ જાહેરાત કરાઈ હતી. જેમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર ધોરણ ૧ થી પ ના વિદ્યાર્થીઓને ડ્રોઈંગ બુક સાથે કલર બોક્સ અને ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટમાં આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, જસવંતીબેન ચાવડા, રુચિતા પંડ્યા, સુદીપ વોરા અને નાની બાળકી હિયા ચાવડાએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી

(1:09 AM IST)