News of Tuesday, 10th March 2026
ગાંધીધામ શહેર ભાજપના મંત્રીને મરવા મજબૂર કરનાર ૧૮ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ
સુસાઇડ નોટ, વીડિયોને પગલે ૧૮ સામે ફરિયાદ, બાલાજી વેફર્સની એજન્સી ધરાવતા દીપેશ ત્રિપાઠીને આર્થિક મુશ્કેલીમાં મૂકી મરવા મજબૂર કરવા બદલ ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી એવા ૩૯ વર્ષના યુવાન દીપેશ અશ્વિન ત્રિપાઠીને આર્થિક મુશ્કેલીમાં મૂકી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં ૧૮ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસે ઝડપ્યો છે. બાલાજી વેફર્સની એજન્સી ધરાવતા દીપેશ ત્રિપાઠીએ આત્મહત્યા કરી પોતાનો જીવ દીધો હતો. આત્મહત્યા પૂર્વ દીપેશે ૧૮ જણા સામે પોતાને આર્થિક મુશ્કેલીમાં ધકેલી મરવા માટે મજબૂર કર્યા અંગે સુસાઈડ નોટ લખી હતી તેમ જ વીડિયો બનાવ્યો હતો. કુલ ૧૮ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયા બાદ અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીએ એક આરોપી લોન એજન્ટ પ્રકાશ મોદીને ઝડપી લીધો છે. દરમ્યાન ફરિયાદમાં ૧૪ વ્યાજખોર છે જ્યારે બાલાજી વેફર્સની સપ્લાય વ્યવસ્થા સંભાળનાર કટારિયા એજન્સીના ૩ અને એક એસ. આર. એમ ૪ આરોપીઓ મળી કુલ ૧૮ જણા સામે આ ફરિયાદ નોધાઇ છે. મૃતકના પરિવારને હજી ભય હોવાનું પણ ફરિયાદી દીપાબેન દીપેશ ત્રિવેદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
