<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ઉનાઃ જમીન એકત્રીકરણ માટે તલાટી મંત્રી અને પટ્ટાવાળાએ ૫૦ હજારની લાંચ લીધી

એસીબીએ ‘‘ટ્રેપ'' ગોઠવીને બન્નેને રંગે હાથે પકડી લીધા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૦: જમીન એકત્રીકરણ માટે ૫૦ હજારની લાંચ લેતા રેવેન્‍યુ તલાટી મંત્રી જીજ્ઞેશ જવેરભાઇને અને પટ્ટાવાળા રાકેશ એસીબીએ ‘‘ટ્રેપ ગોઠવીને પકડી લીધા હતા.

મામલતદાર કચેરી ના ઉપર તલાટી ની કચેરીમાં ફરજ બજાવતા મૂળ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના અને હાલ ઊનામાં  રહેતા જીગ્નેશ ભાઈ જવેરભાઈ બાંભણિયા ઉ. વ. ૩૩ રેવન્‍યુ તલાટીમંત્રીએ ઊનાના એક વ્‍યક્‍તિ પાસે ફરિયાદી અને તેના કાકાની ઊના ખાતે આવેલ જમીન એકત્રીકરણ કરી આપવા રૂપિયા ૬૦૦૦૦/ની રકમની લાંચ માગી હતી ત્‍યારબાદના ફરિયાદી એ રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા આપી દીધા હતા. ફરિયાદી લાંચ આપવા માગતા ન હતા તેથી ખ્‍ઘ્‍ગ્‍ કચેરીનો સંપર્ક કરતા એ. સી. બી. કચેરીના નાયબ નિયામક રાજકોટના શ્રી, બળદેવસિંહ વાઘેલાની સૂચના અને માર્ગ દર્શન હેઠળ દેવ ભૂમિ દ્વારકા ખ્‍ઘ્‍ગ્ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. સી. શર્મા ખ્‍ઘ્‍ગ્‍ કચેરીના સ્‍ટાફ ફરિયાદીનું નિવેદન નોંધી પંચો સાથે રાખી આજે બપોર ના ત્રણ વાગે ઊના શહેરમા આવેલ મામલતદાર કચેરીની ઉપર આવેલ સિટી તલાટી મંત્રીની કચેરીએ ફરિયાદીને મોકલેલ અને ફરિયાદી એ તલાટી મંત્રી સાથે હેતુલક્ષી વાત ચિત કરી રૂપિયા ૫૦ હજાર આપવાનું કહેલ ત્‍યારે તલાટી જીગ્નેશ આ રકમ તેમની કચેરી માં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતા રાકેશ રમેશ ભાઈ મજીઠીયા રે. ઊના વાળા ને આપવાનું કહેતા ફરિયાદી એ વચેટિયા રાકેશ રમેશ ભાઈ મજીઠીયાને રોકડા રૂપિયાની ચલણી નોટો રૂપિયા ૫૦૦૦૦/ આપેલ તે રકમ સ્‍વીકારી હતી તે સમયે ખ્‍ઘ્‍ગ્‍ ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. સી. શર્મા ખ્‍ઘ્‍ગ્‍ કચેરીના સ્‍ટાફ વચેટીયા રંગે હાથ ઝડપી પાડ્‍યો હતો. અને સિટી તલાટી મંત્રી જીગ્નેશ જવેરભાઈ બાંભણિયા પોતે રાજ્‍ય સેવકના હોદ્દાનો દૂર ઉપયોગ કરી લાંચ લેવા બદલ ગુનો દાખલ કરી તલાટી અને વચેટિયાની અટક કરી કાર્યવાહી કરી હતી. 

(1:24 PM IST)