<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

તળાજા પોલીસ મથકમાં મહિલા IPS મૌસમ મહેતાની નિયુક્‍તિ

આઈ.પી.એસ યુવાધનના આઈકોન હોય છે

( મેઘનાવિપુલ હિરાણી દ્વારા)ભાવનગરઃ તા.૧૦,એક સમયે જિલ્લામાં ભારે ગુન્‍હાઓ,ખનન, દરિયાઇ ચાંચિયા ધરાવતું  ખનન અને જહાજ ની તસ્‍કરી ને લઈ ગેંગવોર ધરાવતું તળાજા પોલીસ મથક છેલ્લા કેટલાક સમય થી કાયદો અને વ્‍યવસ્‍થા સાથે શાંતિ જળવાયેલી જોવા મળી રહી છે.આવા સમયે તળાજા ને વધુએક પ્રોબેશનરી આઈ.પી.એસ અધિકારી મળ્‍યા છે.જોકે આ વખતે મહિલા પોલીસ અધિકારી છે.તેઓ અહીં ત્રણ માસ માટે થાણા અધિકારી તરીકે ફરજરત રહેશે.

 તળાજા પોલીસ મથકના અધિકારી તરીકે આજે પ્રોબેશનરી આઈ.પી.એસ અધિકારી મૌસમ મહેતા મુકાયા છે.તેઓ બપોરે તળાજા ખાતે આવી ચુકયા હતા.ટાઉન પોલીસ ચોકી સહિત ની વિઝીટ કરી હતી.તેઓએ સાંજે જણાવ્‍યું હતુ કે અહીં ત્રણ માસ માટે અહીં ફરજ બજાવશે.સંભવતઃ આ ત્રણ માસ દરમિયાન જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી આવશે.આ ચૂંટણી મા તળાજા પોલીસ મથક વિસ્‍તારમા કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સંભાળવી તેઓના શીરે રહેશે.

ઉલ્લેખનીયછેકે અહીં પ્રોબેશનરી આઈ.પી.એસ અધિકારી અજિત રાજ્‍યાણ અને વિજયસિંહ ગુર્જર ફરજ બજાવી ગયા છે.બંનેની કામ કરવા ની પદ્ધતિ  તળાજા ની જનતાને વર્ષોવીતી ગયા બાદ પણ યાદ છે તેવી યાદગાર સફર અહીંની તેઓની રહી છે.

ઉલ્લેખનીય છેકે તળાજા પંથકના હજારો યુવા વિદ્યાર્થીઓ તલાટી મંત્રી થી લઈ યુ.પી.એસ.સી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે.તેને લઈ જીવનમા ઉચ્‍ચ અધિકારી નું સ્‍વપ્ન સેવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. 

(10:37 AM IST)