News of Tuesday, 10th March 2026
પોરબંદરમાં મેટ્રો સીટીની યાદ અપાવે તેવા અદ્યતન બગીચાનું દરિયાકાંઠે નિર્માણ
ડેકોરેટીવ વિન્ટેલ લાઇટો, કલર ડોમ ફુવારો, ચિલ્ડ્રન કેબ્જો-જીપ : મહાનગરપાલિકા દ્વારા બગીચો બનાવવાનું કામ પૂર્ણિતાના આરે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: કનકાઈ માતાજી મંદિર નજીક આધુનિક સુવિધાઓ સાથે નવા બગીચાનું નિર્માણ પૂર્ણતાના આરે છે. નાગરિકોને મેટ્રો સિટી જેવી ગઝેબોની આધુનિક સુવિધાઓ સાથેનો આ અદ્યતન બગીચો ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે જેમાં ૧૬ ડેકોરેટીવ વિન્ટેલ લાઈટ, કલર ડોમ ફાઉન્ટેઈન, ૧૦૦ ટ્રી બોલ લાઈટ, ૧૦ બેંચીસ, બાળકો માટે ચિલ્ડ્રન કોમ્બો જીમ ઇક્વિપમેન્ટ, બે ગઝેબોમાં ૧૬ સીટીંગ અને ૬૦ પ્લાન્ટેશન તથા ગ્રીનહરીથી ભરપુર લોન પથરાશે
દરિયાકાંઠે વિલા સર્કિટ હાઉસ નજીક આવેલ કનકાઈ માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોને આરામદાયક તેમજ મનોહર પર્યાવરણ ઉપલબ્ધ થાય તે હેતુસર આ બગીચો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બગીચામાં મેટ્રો સિટીઓમાં જોવા મળતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બે આકર્ષક ગઝેબો તૈયાર કરવામાં આવ્યા છે. આ ગઝેબો બગીચાનું મુખ્ય આકર્ષણ બનશે. બંને ગઝેબોમાં સુવિધાજનક બેઠક વ્યવસ્થા સાથે કુલ ૧૬ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નાગરિકો પરિવાર સાથે અહીં બેસીને આનંદ માણી શકે.
બગીચાની સુંદરતા વધારવા માટે ૧૬ ડેકોરેટિવ વિન્ટેજ લાઈટ, ૧૦૦ ટ્રી બોલ લાઈટ અને આકર્ષક કલર ડોમ ફાઉન્ટેઈન સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સાંજના સમયે બગીચાને વધુ મનોહર બનાવશે. નાગરિકો માટે આરામદાયક બેઠકની સુવિધા તરીકે ૧૦ બેન્ચીસ મૂકવામાં આવી છે.
બાળકોના મનોરંજન અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને બગીચામાં ચિલ્ડ્રન કોમ્બો જીમ ઇક્વિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં રમતી વખતે આનંદ માણી શકે. ઉપરાંત બગીચામાં હરિયાળી વધારવા માટે લગભગ ૬૦ જેટલા વિવિધ ?કારના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ ગ્રીન લોન અને વોકિંગ માટે યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના કારણે બગીચામાં પ્રકળતિમય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાશે.(૨૩.૫)
પોરબંદર પાયોનિયર કલબ દ્વારા સિધ્ધેશ્વર મંદિરને વોટર કુલરની ભેટ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પાયોનિયર દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધા માટે વોટર કૂલર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વયના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા આ અદ્યતન વોટર કૂલર ભેટ આપવામાં આવ્યું હતુ.
પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય સંસ્થા પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને પરિવારે જણાવ્યું હતું કે, મહાદેવના ચરણોમાં સેવા કરવાનો અવસર મળ્યો છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
