તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 10th March 2026
ભાવનગરમાં ધોરણ ૧૦ની પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાં રહેતી અને હાલમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક આશાસ્પદ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની વિગતો મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ગાંધી કોલોનીમાં રહેતી જાનવી લક્ષ્મણભાઈ અણઝારા નામની વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતક વિદ્યાર્થીની ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહી હતી . બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
