<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ધ્રાંગધ્રા નજીક બંગાલી યુવતિની હત્‍યા

સોલડી ટોલનાકા નજીક દેહવ્‍યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્‍યામાં પરીણમી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦: સોલડી ટોલ ટેક્‍સ પાસેથી ૪૫ વર્ષીય મહિલાની છરીના ઘા મારી હત્‍યા, પોલીસે એક શંકાસ્‍પદ યુવકની અટકાયત કરી

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્‍યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્‍યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્‍યું હતું.

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ ટેક્‍સ નજીકથી એક ૪૫ વર્ષીય મહિલાનો મળતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળતા આ એક પૂર્વયોજિત હત્‍યા હોવાનું સ્‍પષ્ટ જણાઈ રહ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, સોલડી ટોલ ટેક્‍સ નજીક આવેલી એક અવાવરુ જગ્‍યામાંથી મહિલાની લાશ મળી આવી હતી.

મળતકની ઓળખ મુળ કોલકતાની રૂકસાના ઉર્ફે રાની તરીકે થઈ છે, જેની ઉંમર અંદાજે ૪૫ વર્ષ હોવાનું સામે આવ્‍યું છે.  પોલીસ તપાસમાં બહાર આવ્‍યા મુજબ  આ બાબતે પોલીસે ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો. સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરૂ જગ્‍યામાં બે વર્ષથી દેહવ્‍યાપારનો ધંધો ચાલતો હતો.ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્‍તારમાં રહેતો મેરૂભાઇ વીઠ્ઠલભાઇ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્‍યા ત્‍યારે મેરૂભાઇએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઇ બોલાચાલી થતાં (શકીનાબેન) નામ બદલેલ છે. મેરૂભાઇને બે થપ્‍પડ મારી દીધી હતી.આથી ઉશ્‍કેરાઇ છરી કાઢીને ૩ ઘા મારતાં ૩૦ વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ હતું. બરડામાં ૨ ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હ્‍દય સુધી પહોંચી જતાં જીવલેણ સાબિત થયો હતો.

યુવતી અમદાવાદથી

ઇકોમાં આવી હતી?

યુવતીઓ રાત્રીના સમયે અમદાવાદથી ઇકો ગાડી લઇને આવતી હતી.સવારે પરત અમદાવાદ જતી રહેતી હતી. યુવતીઓ અવાર-નવાર બદલાતી રહેતી હતી. ગોરખધંધાને કારણે આજુબાજુના લોકો પણ ત્રાસી ગયા હતા. અંતે પાપનો ઘડો ફૂટી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે એક શંકાસ્‍પદ યુવકને અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હત્‍યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં અન્‍ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય

(11:29 AM IST)