News of Tuesday, 10th March 2026
મોરબી જિલ્લામાં ધો. ૧૨ના આંકડાશાષા, ગણિત અને સાહિત્યમ-૧ વિષયના પેપરમાં રર વિદ્યાર્થી ગેરહાજર
૬૦ વર્ષિય વિનુભાઇ પરમારનો પરિચય ચારેક મહિના પહેલા ૨૧ વર્ષની યુવતિ સાથે થતાં તેણીને ઇન્ટરવ્યુ આપવા જવામાં મદદ કરી હતીઃ ગઇકાલે વિનુભાઇ તેણીને પોતાના ઘરે જમવા લઇ જતાં વિનુભાઇને દહીં લેવા મોકલ્યા બાદ તેના પત્નિ-પુત્રીએ શંકા કરી ઢીકાપાટુ-પાઇપનો માર માર્યો

મોરબી તા ૧૦: મોરબી ઝોન-પ૧ માં ૦૯-૦૩-૨૦૨૬ના રોજ ધોરણ ૧૨ (HSC) ની બોર્ડ પરીક્ષામાં હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓના આંકડા ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં આંકડાશાષા, ગણિત અને સાહિત્યમ-૧ ના પેપર લેવામાં આવ્યા હતા.
વિષયવાર હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની વિગત નીચે મુજબ છે.
આંકડાશાષા (વિષય કોડ - ૧૩૫)
ગુજરાતી માધ્યમઃ ૪૫૦૦ હાજર, ૧૬ ગેરહાજર (કુલ ૪૫૧૬ નોંધાયા).
અંગ્રેજી માધ્યમઃ ૨૦૭ હાજર, ૨ ગેરહાજર (કુલ ૨૦૯ નોંધાયા).
કુલ આંકડાઃ ૪૭૨પ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૪૭૦૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને કુલ ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.
ગણિત (વિજ્ઞાન પ્રવાહ - વિષય કોડ - ૫૦)
ગુજરાતી માધ્યમઃ ૭૫૭ હાજર, ૩ ગેરહાજર (કુલ ૭૬૦ નોંધાયા).
અંગ્રેજી માધ્યમઃ ૭૦ હાજર, ૧ ગેરહાજર (કુલ ૭૧ નોંધાયા).
કુલ આંકડાઃ ૮૩૧ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૮ર૭ પરીક્ષાર્થીઓ હાજર અને કુલ ૪ ગેરહાજર રહ્યા.
સાહિત્યમ ૧ (વિષય કોડ - ૭૦૫) આ વિષયમાં માત્ર ગુજરાતી માધ્યમમાં ૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તમામ ૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, એટલે કે આ વિષયમાં એક પણ ગેરહાજરી નોંધાઈ ન હતી.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
