News of Tuesday, 10th March 2026
નાની મારડ ખાતે સંત લાલબાપુની પધરામણી જાડેજા પરિવાર દ્વારા સ્વાગતઃ ધર્મસભા-પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

ધોરાજીઃ તાલુકાના નાનીમારડ ખાતે સંતકળપા ટ્રાવેલ્સના હરપાલસિંહ જાડેજા પરિવારના નિવાસ સ્થાને સંત લાલબાપુ ગાયત્રી આશ્રમ ગધેથડ, ભક્તરાજ રાજુભગત,ભક્તરાજ દોલુભગત એ પધરામણી કરતા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સાથે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક તેમજ આહિર સમાજના અગ્રણી દિલીપભાઈ ચાવડા હરપાલસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ધર્મ સભા યોજાઈ હતી જેમાં પૂજ્ય લાલબાપુએ નાનીમારડના ગ્રામજનોને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ વ્યસન મુક્તિ બાબતે ખાસ ભાર મૂકયો હતો. આ સમયે નાની મારડ ગામના આગેવાનો, સહિત ના લોકો હાજર રહેલ હતા. આ તકે હરપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, રસિકભાઈ સૂરિયા, મિતરાજસિંહ, બ્રિજરાજ સિંહ, વિરપાલસિંહ સહિતના આગેવાનો તેમજ દિલીપભાઈ જલુ, સહિત ધોરાજી રાજપૂત સમાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે જાડેજા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.(તસવીરઃ કિશોર રાઠોડ)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
